દિવ્યભાસ્કર ફોટોગ્રાફ્સ

સુરત: બારડોલી તાલુકાના બાબેન ગામે રહેતો સાગર મહેશભાઈ પટેલ શુક્રવારે યુવતી સાથે બાઇક (GJ-19AR-2723) લઇ ફરવા ગયો હતા ત્યાંથી ઘરે પાછા ફરતા રાત્રિના સમયે ખરવાસા ગામે તેમની મોટરસાઈકલ શેરડીના બળદગાડા સાથે અથડાઈ અને આ અકસ્માતમાં દરમિયાન ગાડા રહેલી લોખંડની એંગલ સાગરભાઈની છાતીની આરપાર અને પાછળ બેસેલી યુવતીના ગળામાં ઘુસી ગયાની ઘટના પ્રકાશમાં આવી છે.

મળતી માહિતી મુજબ યુવતી ગંભીર ઈજા પહોંચી હતી આ ઘટનાની ખબર ત્વરિત આજુબાજુ થઇ જતા ઘટના સ્થળે લોકોનું ટોળુ એકત્ર થઈ ગયું હતું. અને ઘટનાની 108ને જાણ કરી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પણ આ ગંભીર અકસ્માતમાં યુવક અને યુવતીનું સારવાર દરમિયાન મોત થયા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

આ અકસ્માતની ઘટનામાં મોતને ભેટનાર યુવકે અઠવાડિયા પહેલા જ જન્મદિવસ પોતાના મિત્રો સાથે આનંદ ઉલ્લાસથી ઉજવ્યો હોવાનું જાણવા મળે છે. અકસ્માતની વધુ જાણકારી આવનારા સમયમાં પોલીસ દ્વારા જણાવવામાં આવશે.