ઉત્તરાખંડમાં તપોવનની પાસે ગ્લેશિયરનો એક મોટો હિસ્સો રવિવાર સવારે તૂટી ગયો છે. તેના કારણે રુષગંગા પર બનેલો ડેમ તૂટી ગયો છે. આ કારણે જાનમાલને ભારે નુકસાનની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. રેસ્ક્યૂ ટીમ પણ મોકલવામાં આવી છે. ચમોલીમાં થયેલી ઘટના બાદ ધારી દેવી મંદિરને પણ ખાલી કરાવવામાં આવ્યું છે. પ્રશાસને ધારી દેવી મંદિરને ખાલી કરાવ્યું છે.

ચમાલી જિલ્લાની નીતિ ઘાટીમાં ગ્લેશિયર તૂટવાની ભારે નુકસાન પહોંચ્યું છે. હરિદ્વાર અને રૂષિકેશમાં પણ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યા છે. તેની સાથે જ રાફ્ટિંગ પર રોક લગાવી દેવામાં આવ્યો છે. ડીએમે ગંગાના ઘાટોને ખાલી કરવાનો આદેશ આપ્યો છે. ગંગા કિનારે વસેલા લોકોને સરકારી ભવનોમાં શિફ્ટ કરવાની તૈયારી ચાલી રહી છે. તેજ વહેણ સાથે વહી રહી છે અલકનંદા નદી, મેદાની વિસ્તારોમાં પણ ગંગાનું જળસ્તર વધી શકે છે.