નવસારી: વાંસદા તાલુકાના ખંભાલિયા ગામે કૂવામાં ગારપાણીના નિલેશ ભાઈ ચૌધરી ઉંમર- ૪૨ ઝાડના પર સાથે ગંજી અને બેલ્ટ વડે ફાંસો ખાધેલી હાલતમાં લાસ મળી આવતા આ અંગે પોલીસ ઘટના સ્તળે પોહચી હતી અને બનાવની વધુ તપાસની તજવીજ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ ઉનાઈ ગામે હિરાના કારખાનામાં નિલેશભાઈ હીરા ઘસી પોતાનું તથા પોતાના પરિવારનું ભરણપોષણ કરતા હતા મૃતકની પત્નીને આ બનાવની જાણકરી પત્ની મોડીથી મળી હતી. જેના કારણે બે કલાક સુધી નિલેશભાઈનો મૃત દેહ રઝળતો પડી રહ્યો હતો.

સુત્રોનું કહેવું છે કે વહેલી સવારે રાબેતા મુજબ નિલેશભાઈ ઘરેથી કામે નીકળી ખંભાલિયા ગામે જનતા હાઈસ્કૂલની પાછળ આવેલ કુવા પાસેના ઝાડ પર બેલ્ટ અને ગંજીનો ગાળિયો બનાવી અગમ્ય કારણસર લટકી ગયા હતા. સ્થાનિક ઘરના કામ અર્થે ઘરની બહાર નીકળતા નિલેશભાઈનો મૃત દેહ લટકતી હાલતમાં જોઈ જતા ઉનાઈ પોલીસ સ્ટેશન મથકે જાણ કરતા ઘટના સ્થળે પોલીસ પહોંચીને સ્થાનિકોની મદદથી લાશને નીચે ઉતારી હતી

આત્મહત્યાનો કારણ શું હતું  હાલમાં લાશને વાંસદા કોટેજ હોસ્પિટલમાં PM માટે લાવવામાં આવી છે અને પોલીસ દ્વારા આત્મહત્યાના બનાવનું કારણ શું હતું તે વિશેની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.