પ્રતિકાત્મક ફોટોગ્રાફ્સ

આજના વિશ્વ કેન્સર દિવસે ગુજરાતના જિલ્લામાં વર્તમાન સમયમાં જોવામાં આવે છે દર મહિને સરેરાશ 150 જેટલા એટલે કે વર્ષે સરેરાશ કેન્સરના 1500થી વધુ નવા દર્દીઓનો ઉમેરો થાય છે. ગુજરાતમાં દર વર્ષે આશરે 6 હજારથી વધુ લોકો કેન્સરગ્રસ્ત બને છે

ગુજરાતમાં મુખ્યત્વે યુવાનોમાં માવા અને ગુટખા સિગારેટના સેવનનું પ્રમાણ જોંવા મળે છે.પરંતુ આ વ્યસન મોતના મુખ સુધી લઇ જતા વાર લાગતી નથી.માકુ બનાવટમાં વપરાતા રસાયણ કેન્સરને નોતરે છે. પાન બિડી સિગારેટથી માત્ર કેન્સર થાય તેવું નથી. બ્લડ પ્રેશર, વંધત્વ, નપુસંકતા, સ્ત્રીઓમા સગર્ભા સમયે બાળકનો વિકાસ રૂંધાવો વગેરે જેવા રોગનુ કારણ પણ તમાકુ હોય છે. સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટની કેન્સર હોસ્પિટલમાં દર વર્ષે 5 હજાર નવા દર્દી સારવાર માટે આવે છે.

ગુજરાતમાં એક અંદાજ મુજબ જેમાંથી 70 ટકાથી વધુ દર્દીઓને જડબા, જીભ અને ગળાના કેન્સર હોવાનું સામે આવે છે. મોં અને ગળાના કેન્સર વધુ થવાનું કારણ તમાકું, બીડી, સિગારેટ છે. કેન્સરની ખબર પડે ત્યાં સુધીમાં ઘણાં વર્ષો નીકળી ગયાં હોય છે. કેન્સરના કણો શરીરમાં કોષોની અંદર ફેલાય જાય છે, જેને ડિટેક્ટ કરવાની તાકાત ધરાવતા મશીનો ભારતમાં મર્યાદિત સંખ્યામાં છે. આથી શરૂઆતમાં આવા કેસ ડિટેક્ટ કરી શકાતા નથી.

એક રીસર્ચ અનુસાર પાન, માવા અને સિગારેટના સેવનથી યુવાનોને 30થી 45 વર્ષની ઉંમર વચ્ચે કેન્સર આવી જાય છે. હવે તો મહિલાઓ પણ વ્યસનનો ભોગ બની રહી છે. 8-10 વર્ષની ઉંમરથી બાળકો તમાકુનું સેવન શરુ કરી દે છે, જેનાથી 12-15 વર્ષની ઉંમર થતા મોઢામાં ચાંદા પડવાનું શરુ થઇ જાય છે અને સમય સાથે એ કેન્સરમાં પરિવર્તિત થઇ જાય છે, તેનુ ચિંતાજનક પ્રમાણ જોવા મળી રહ્યું છે.

આજે વર્લ્ડ કેન્સર દિવસે ગુજરાતના લોકો જાગૃત બને અને સરકાર તમાકુબંધીની દિશામાં વિચારે અને અને કેન્સરના દુષણને રોકવા તેનો સત્વરે અમલ કરે. આપણે સૌએ આજે કેન્સર મુક્તિના સોગંદ લઈએ કે દરેક વ્યક્તિએ વ્યક્તિગત રીતે સમાજમાંથી પાંચ લોકોને તમાકુ, બીડી, સિગારેટ તેમજ દારૂ છોડાવવા માટે નિર્ણય કરીએ એ સમયની માંગ છે.