દિવ્યભાસ્કર ફોટોગ્રાફ્સ

નવસારી: છેલ્લા ઘણા સમયથી દમણથી ચીખલી થી નવસારી રસ્તા પર દારૂની હેરાફેરી થઇ રહી હતી તેની જાણ થતાં જિલ્લા પોલીસ વડા દ્વારા રોકવા માટે કડક સૂચના LCBને આપવામાં આવી હતી આજ રોજ હાઇવે અને ગ્રામ્ય વિસ્તારોમાંથી પસાર થતા વાહનોનું ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું જેમાં 1 લાખ ૨૭ હજારનો થાય એટલો દારૂને જથ્થો ઝડપાયાની માહિતી મળી રહી છે.

આજ રોજ ચીખલી તાલુકાના ખુડવેલ ચાર રસ્તા તરફથી એક ટેમ્પો આવનાર હોવાની બાતમી મળતા પોલીસ નાકાબંધી કરી હતી ત્યારે ટેમ્પો પહેલા પાયલોટિંગ કરી રહેલી લાલ કલરની હુંડાઈ આઈ10 કાર રોકતાં તેણે ઝડપી હંકારી મુકવામાં આવી લોકલ બ્રાંચને શંકા જતા ટેમ્પો રોકી તેમાંથી તપાસ કરતા ટેમ્પના કેબિનમાં બોક્સ પેક 1068 નંગ વિદેશી દારૂ જેની બજાર કિંમત 1 લાખ ૨૭ હજારનો દારૂ ઝડપાય ગયો હતો આ ઉપરાંત ટેમ્પો ચાલક વિવેક પટેલની ધરપકડ કરી હતી

પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર ટેમ્પોની આગળ પોલીસ થી બચવા માટે પાયલોટિંગ કરનાર કારચાલક વિમલ પટેલને અને રાકેશ પટેલ ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે લોકલ ક્રાઇમ બ્રાંચે દારૂ અને ટેમ્પો મળી 4 લાખ 32 હજારનો મુદામાલ કબજે કર્યો છે અને આ અંગેની સઘળી તપાસ ગ્રામ્ય પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.