માં-ભોમની રક્ષા કરી આર્મી જવાન તરીકે દેશની સરહદોની સુરક્ષા કરી 20 વર્ષ ફરજ નિવૃત્ત થયેલા નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના આંબાપાણી ગામના પાડવી નવનીતકુમાર પહોંચતા ગ્રામજનો વાંસદા તાલુકા મથકે મોટી સંખ્યામાં પહોચી દેશ ભક્તિના ગીત-સંગીત સાથે ભવ્ય શોભા યાત્રા કાઢી હતી. નિવૃત આર્મી જવાન માદરે વતન આંબાપાણી આવી પહોંચતા તેમનું ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. નિવૃત આર્મી જવાન પાડવી નવીનકુમારે જણાવ્યું હતું, જુઓ આ વિડીઓ.

પાડવી નવનીત ભાઈ દેશની સરહદો પર સુરક્ષા કરવા માટે BSF 146 બટાલિયનમાં 1999 જોડાયા હતા તેઓ દેશની વિવિધ જગ્યાઓ પર 20 વર્ષ માં-ભોમની રક્ષા કરી નિવૃત થયેલા આર્મી જવાનનું ગ્રામજનોએ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. આર્મી જવાનના પરિવારજનો અને ગ્રામજનોએ કુમકુમ તિલક કરી ફૂલહારથી સ્વાગત કર્યું હતું. સમગ્ર ગામમાં દેશભક્તિના ગીત-સંગીત સાથે વરઘોડો કાઢવામાં આવતા સમગ્ર ગામ હિલોળે ચડયું હતું. ગામમાં ઉત્સવનો માહોલ સર્જાયો હતો. આર્મી જવાનની નિરંતર 20 વર્ષ સુધી કરેલી દેશ સેવાઓને બિરદાવી, શુભકામનાઓ પાઠવી હતી.