ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનના સમર્થનમાં હવે સ્વીડનની પર્યાવરણ કાર્યકર ગ્રેટા થનબર્ગ પણ આવી ગઈ છે. 18 વર્ષની ગ્રેટાએ ટ્વીટ કરીને કહ્યું કે અમે ભારતમાં ચાલી રહેલા ખેડૂતોના પ્રદર્શન સાથે પૂરી એક જૂથતાથી ઊભા છીએ. આ અગાઉ અમેરિકી ગાયિકા રિહાનાએ પણ ખેડૂત આંદોલનને સમર્થનમાં ટ્વીટ કરીને તેણે કહ્યું હતું કે આપણે તેના પર વાત કેમ નથી કરી રહ્યા.
why aren’t we talking about this?! #FarmersProtest https://t.co/obmIlXhK9S
— Rihanna (@rihanna) February 2, 2021
ગ્રેટા અને રિહાના બંનેએ ખેડૂતોના હિંસક પ્રદર્શનને જોતા દિલ્હીની આજુ બાજુના વિસ્તારોમાં લગાવવામાં આવેલા ઈન્ટરનેટ પ્રતિબંધની ખબરને શેર કરી છે. તેના ટ્વીટને અત્યાર સુધીમાં 30 હજારથી વધુ વાર રિટ્વીટ કરાઈ છે.
We stand in solidarity with the #FarmersProtest in India.
https://t.co/tqvR0oHgo0— Greta Thunberg (@GretaThunberg) February 2, 2021
ગ્રેટા થનબર્ગ આ વર્ષે એવા સમયે ચર્ચામાં આવી હતી જ્યારે તેણે સંયુક્ત રાષ્ટ્ર જળવાયુ સંમેલનમાં દુનિયાભરના શક્તિશાળી નેતાઓ પર ગ્રીન હાઉસ ગેસોના ઉત્સર્જનને પહોંચી વળવાના નિષ્ફળ રહેવા અને આ રીતે નવી પેઢી સાથે વિશ્વાસઘાત કરવાનો આરોપ લગાવ્યો હતો. આ કાર્યક્રમમાં તે વખતે યુએન ચીફ એન્તોનિયો ગુતારસ પણ હાજર રહ્યા હતા. ગ્રેટાએ એક પર્યાવરણ પુરસ્કાર સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો. તેણે કહ્યું હતું કે જળવાયુ અભિયાનમાં જરૂરિયાત એ વાતની છે કે સત્તામાં બેઠેલા લોકો પુરસ્કાર આપવાની જગ્યાએ વિજ્ઞાનનું અનુકરણ શરૂ કરે.
મેગેઝીને ગ્રેટાને પર્સન ઓફ ધ યર પસંદ કરતા લખ્યું હતું કે એક વર્ષની અંદર જ સ્ટોકહોમની 16 વર્ષની છોકરીએ પોતાના દેશની સંસદ બહાર પ્રદર્શન કર્યું અને ત્યારબાદ વિશ્વભરના યુવાઓના આંદોલનનું નેતૃત્વ કર્યું.