ઓનલાઇન શોપિંગની દુનિયામાં લોકોને આકર્ષવા માટે અવારનવાર ઓફર મળી રહી છે. હવે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એક નવી ઓફર શરૂ કરવા જઈ રહી છે. 4 થી 7 ફેબ્રુઆરી સુધી ચાલતા Super Saving Daysમાં SBI YONO થી પેમેન્ટ કરવા પર ગ્રાહકને Cashback નો ફાયદો પણ મળશે અને તે પણ 20 ટકા સુધી.

SBI YONO દ્વારા સુપર સેવિંગ ડેમાં OYO હોટલ બુકિંગ પર 50 ટકાનું ડિસ્કાઉન્ટ ઓફર આપવામાં આવી રહી છે. ત્યારે Yatra.com ની સાથે ફ્લાઇટ બુકિંગ પર 10 ટકાની છૂટ ગ્રાહકોને મળશે. ટેબલેટ, ઘડિયાર અને સેમસંગ મોબાઇલ પર 15 ટકાની છૂટ સાથે ઓફર છે. YONO ના યૂઝરના Pepperfry પરથી ફર્નીચર ખરીદવા પર અને એમેઝોન પર પસંદગીની શ્રેણીમાં શોપિંગ પર 20 ટકા સુધી કેશબેક મળશે.

ફેબ્રુઆરીના બીજા અઠવાડિયામાં વેલેન્ટાઈન વીકને જોતા SBI YONO યૂઝર્સ માટે ખાસ ઓફર લઇને આવ્યું છે. SBI અનુસાર YONO ના 34.5 મિલિયન યૂઝર છે જેમને આ શોપિંગ કાર્નિવલનો ફાયદો મળશે. યુવાઓમાં વેલેન્ટાઇન વીકનો ઘણો ક્રેઝ હોય છે. એવામાં સોપિંગ કરતા યુવાઓ માટે એસબીઆઇ YONOની આ ઓફર ઘણી ફાયદાકારક સાબિત થઈ શકે છે.

ઓનલાઇન શોપિંગનું માર્કેટ ઝડપથી પોતાનું સ્થાન પ્રાપ્ત કરી રહ્યું છે. કોરોના કાળ દરમિયાન, તેનું વલણ ઝડપથી વધી ગયું છે. એક સંશોધન મુજબ હવે 60 ટકાથી વધુ લોકો બજારમાં જવાને બદલે ઘરેથી ઓનલાઇન ખરીદી કરે છે. લોકો ઓનલાઇન શોપિંગ દ્વારા બજારમાં જવાથી દૂર રહે છે, તેમને કેશબેકનો લાભ પણ મળે છે. ઓનલાઇન કંપનીઓના ગ્રાહકોના આ મૂડને મેળવવા માટે, કેશબેક ઓફર સમયે સમયે આવતી હોય છે, જેનો લાભ માત્ર ગ્રાહકોને જ થતો નથી, કંપનીઓનો પણ ઘણો ધંધો થાય છે.