ધરમપુર: ગાંધી નિર્વાણ દિને ધરમપુર તાલુકાના પીંડવળ ગામની પ્રાથમિક શાળામાં લોક મંગલમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગાંધીજીના પોસ્ટર પ્રદર્શન અને ગાંધી પુસ્તકાલય પ્રારંભ કરવામાં આવ્યો જેમાં ગામના સરપંચ શ્રી ગામના આગેવાનો તાલાતીશ્રી સર્વોદય સંસ્થાના સંયોજક CRC મિત્રો તેમજ પ્રાથમિક શાળાના શિક્ષક ભાઈઓ, બહેનો અને મીડિયાના મિત્રોએ પોતાની ઉપસ્થિતિ જોવા મળી હતી
ગઈકાલે ધરમપુર તાલુકા પીંડવળ ગામમાં લોકમંગલમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગાંધી નિર્વાણના દિવસે ગામડાઓમાં લોકો ગાંધી વિચારના સમજે જાણે અને એનો અમલ કરી પોતાનું જીવન નિર્વાહ કરવામાં તેનો ઉપયોગ કરે એવા શુભ ઉદ્દેશ સાથે પ્રાથમિક શાળામાં એક ગાંધી વિચારોનું પુસ્તકાલયની શરૂવાત કરી છે.
આ પુસ્તકાલયમાં ગાંધીજીના જીવન સાથે જોડાયેલી દરેક બાબતો વિષે આપણને માહિતગાર બની શકીએ છીએ શાળામાં કાર્યરત CRC ઈશ્વરભાઈનું કહેવું છે કે બાળકોની સાથે સાથે ગામના યુવાનો અને વડીલોને પણ આ પુસ્તકાલયનો ઉપયોગ કરી શકશે અને પોતાના જીવન ધોરણને ઉચું લઇ જવામાં મદદરૂપ થશે શાળામાં ફરજ બજાવતા શિક્ષિકાનું કહેવું છે કે આ પુસ્તકાલય બાળકોને દિશા નિર્દેશ કરવાનું કામ કરશે અને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય તરફ જવા પ્રરણારૂપ બનશે એવી અમ શિક્ષકોને વિશ્વાસ છે.
લોકમંગલમ ટ્રસ્ટએ ગ્રામ ઉત્થાનના કાર્ય કરવામાં હંમેશા સજાગ રહી કાર્યવંત રહે છે આ ટ્રસ્ટ દ્વારા વલસાડ જીલ્લાના આદિવાસી અંતરિયાળ વિસ્તારોમાં સમાજ ઉપયોગી ઘણા કામો કર્યા છે અને કાર્યરત છે. ગામમાં કરવામાં આવેલી પુસ્તકાલયની આ ટ્રસ્ટના આ નિર્ણય અને પહેલને લોકોએ વધુમાં વધુ ઉપયોગ કરીને સાર્થક કરવાનો રહ્યો