આપણા દેશમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજવંદનની કર્યાની સાથે સાથે ઠેર ઠેર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં નવસારી જિલ્લાના બીલીમોરામાં  શ્રી છત્રપતિ શિવાજી મહારાજ યુવા આર્મી સંગઠન દ્વારા‌ આર્નોલ્ડ જીમ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

કોરોના કાળમાં આરોગ્યના સંદર્ભમાં ખુબ જ ઉપયોગી બનતી આ પહેલ પ્રજાસત્તાક દિવસે બીલીમોરા શહેર તથા આજુબાજુના ગામના યુવાનો રક્તદાન કરવા માટે આવ્યા હતા .જેમાં સંગઠનના સભ્યો દ્વારા ૮૯ યુનિટ રકત નવસારી ની રેડ ક્રોસ બ્લડ બેંક દ્રારા એકત્રિત કરાયું હતું.

ન્યુ જનરેશ દ્વારા કરવામાં આવી રહેલી માનવતાની મહેક ફેલાવતી પહેલમાં આજે અનેક યુવા જોડાઈ રહ્યા છે તેઓ આ કાર્ય કરીને જરૂરિયાતમંદ લોકો સુધી મદદનો હાથ આગળ કરી રહ્યા છે આજની વિકટ પરિસ્થિતિને ધ્યાનમાં લેવામાં આવે તો આ યુવાઓનું કાર્ય કહને તેમના દ્વારા લીધેલા  સમાજને મદદ કરવાનો નિર્ણય ખરેખર કાબિલે તારીફ છે.