વિતેલા દિવસોમાં આપણે જાણીએ છીએ તેમ ગણતંત્ર દિવસે દેશમાં ખેડૂતો દ્વારા ટ્રેક્ટર રેલી વખતે થયેલી હિંસાને લઇને ખેડૂત નેતા પર આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે કેટલાંક સાથી ટ્રેક્ટર રેલી દરમ્યાન આક્રમક બન્યા હતા. જેમને રોકી શકાયા હોત.
આંદોલન સાથે જોડાયેલા ખેડૂત નેતાઓએ કહ્યું છે કે તેમનું આંદોલન આગળ ચાલુ રહેશે. ખેડૂત નેતા બલવીર સિંહ રાજેવાલે કહ્યું છે કે શહીદ દિવસ પર કિસાન આંદોલનના સમર્થનમાં સમગ્ર ભારતમાં પબ્લિક રેલીઓ થશે. આ દરમ્યાન અમે એક દિવસનો ઉપવાસ રાખીશું અને ૧ ફેબ્રુઆરીએ અમારો સંસદ માર્ચનો કાર્યક્રમ કરવામાં આવશે.
યોગેન્દ્ર યાદવે કહ્યું કે આંદોલનને કોઇ લેવાદેવા નથી. આંદોલન એક સંઘર્ષ છે જેમાં FIR ઇનામમાં મળે છે. અમે સ્પષ્ટ કર્યું છે કે બે સંગઠન અને એક વ્યકિતનું નામ આવ્યું છે. જેમાં સંયુક્ત કિસાન મોરચાને કોઇ સબંધ નથી. તેમણે ક્હ્યું કે ૨૫ તારીખના રોજ એક વ્યક્તિએ વિડીયો બનાવીને કહ્યું હતું કે SKM ની વાત નહી માનીએ.
લાલ કિલ્લા પર જે થયું તેની નૈતિક જવાબદારી અમે લઇએ છીએ.પરેડ આમ તો સફળ રહી. પરંતુ અમૂક ઘટના યોગ્ય નથી થઈ. અમે તેની નિંદા કરીએ છીએ. દીપ સિધ્ધુનો ફોટો સની દેઓલ સાથે છે અમે દીપ સિધ્ધુનો સામાજિક બહિષ્કાર કરવાનો માંગ કરીએ છીએ. આંદોલન છે અને રહેશે. ૩૦ જાન્યુઆરીએ એક દિવસનું વ્રત રાખવામાં આવશે. ખેડૂતો દ્વારા લેવાયેલા નિર્ણય પર આમ લોકોનો શું પ્રતિભાવ હશે એ આવનારો સમય જ આપશે.