વિશ્વભરમાં પોપ્યુલર મેસેજિંગ એપ વોટ્સએપ એક નવું ફીચર લઇને આવી રહ્યું છે. યૂઝર્સની સુરક્ષાને ધ્યાનમાં રાખતાં વોટ્સએપમાં હવે ફેસ અથવા બાયોમેટ્રિક સ્કેનિંગ ફીચર હશે. રિપોર્ટ્સ અનુસાર Web વોટ્સએપ વર્જન પર ફિંગરપ્રિંટની સિક્યોરિટી મળી જશે. એટલે કે કોમ્યુટર પર હવે તમારા સિવાય કોઇ બીજું વોટ્સએપ કનેક્ટ કરી શકશે નહી.

કેવી રીતે  કોમ્પુટરમાં કનેક્ટ થશે WhatsApp?

અત્યાર સુધી વેબ વોટ્સએપ- Web વોટ્સએપ દ્રારા સીધો QR કોડ સ્કેન કરી કોમ્યુટર સાથે કનેક્ટ થઇ જતું હતું પરંતુ હવે એવું નહી હોય. QR કોડ સ્કેન પહેલાં ફિંગર પ્રિંટ દ્રારા ફોનને અનલોક કરવો પડશે. આ ઉપરાંત ફેસ સ્કેનનો ઓપ્શન પણ હશે. આ ફીચરની પ્રાઇવેસી અને સિક્યોરિટીને લઇને તૈયાર કરવામાં આવ્યો છે. ત્યારબાદ યૂઝર્સની જાણકારી વિના કોઇ બીજું Web વોટ્સએપની નવી સીઝન ક્રિએટ કરી શકતું નથી.

Web વોટ્સએપ પર લોગીન કરવાની આ પ્રક્રિયા પહેલાં કરતાં વધુ સુરક્ષિત હોવાની સાથે વધુ ઝડપી હશે. આ ઉપરાંત Web વોટ્સએપની ડિઝાઇન પણ બદલાયેલી જોવા મળશે.