પ્રતિકાત્મક ફોટોગ્રાફ્સ

સુરત જિલ્લાના મહુવા વન વિભાગના RFO અને ફોરેસ્ટર લાકડાના વેપારી પાસે વારંવાર લાંચ માંગતા હોવાથી વેપારીએ ACBના અધિકારીને જાણ કરી છટકું ગોઠવ્યું હતું. જેમાં લાંચની રકમ લેવા આવેલા અધિકારીના સાળાને ઝડપી પડાયો હતો.

તાલુકા મહુવા વન વિભાગના ફોરેસ્ટર નિકુંજ અને RFO રિપલ ચૌધરી અગાઉ એક લાકડાના વેપારી પાસે ૧ લાખથી વધુની લાંચ માંગી હોવાનું બહાર આવ્યું છે જે પછી ફરીથી ૧.૫૦ લાખની લાંચ માંગ કરવામાં આવી હતી જેમાંથી 50 હજાર એક દિવસ અગાઉ જ લઇ ગયાનું  વેપારી પાસેથી જાણવા મળી રહ્યું છે. અને બીજા એક લાખ બુધવારે લેવા આવવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

આ ઘટના અંગે મળતી માહિતી અનુસાર બાતમી મળતા ACBના અધિકારીઓએ છટકું ગોઠવવામાં આવ્યું અને મોડી રાતે અધિકારીનો સાળો એક લાખ રૂપિયાની લાંચ લેવા વેપારીના ઘર પાસે આવ્યો અને લાંચિયો RFO રિપલ થોડો દુર ઉભા રહ્યાનું માનવામાં આવે છે

આ ઘટનાક્રમને અંજામ આપવા આવેલા સાળાને વેપારી ઘર બહાર છટકાની ગંધ આવી જતા તણે વેપારીની ગાડીને ટક્કર મારી ભાગવા ગયો ત્યાં જ તેની ધરપકડ થઇ ગઈ હતી પરંતુ હજુ સુધી ACB દ્વારા અધિકારીના સાળા લાંચની રકમ લેવા આવ્યા હોવાની માહિતી આપવામાં આવી રહી છે. હવે  આવનારા સમયમાં જ આ લાંચિયા વિરુદ્ધ ACB  શું નિર્ણય લે છે એ જાણવું રસપ્રદ રહશે.