દેશની ગુજરાતી સિનેમાના સોનેરી ઈતિહાસના સાક્ષી લોકપ્રિય અભિનેતા અરવિંદ જોશીનું નિધન થયાની માહિતી મળી રહી છે. તમને ખબર હશે કે અરવિંદ જોશી બોલીવૂડ અભિનેતા શરમન જોશીના પિતા છે. આજે વહેલી સવારે તેમનું નિધન થયાની જાણકારી તેમના પરિવાર તરફથી આપવામાં આવી છે.

ગુજરાતી રંગભૂમિના દિગ્ગજ કલાકાર હતા અરવિંદ જોશી. તેમણે નિર્માતા, લેખક, દિગ્દર્શક તરીકે પણ કામગીરી વર્ષો સુધી કરી હતી છે. આજે કોઈ ગુજરાતી દર્શક અરવિંદ જોશી નહિ ઓળખાતા હોય એવું ન બને એ ગુજરાતી નાટક જગત અને સિને જગતનું ખૂબ જ જાણીતું અને માનીતું નામ છે.

અરવિંદ જોશી પ્રખર નાટ્યકાર પ્રવીણ જોશીના ભાઈ છે. તેમના સંતાન શરમન જોશી અને માનસી જોશી છે, જેઓ પોતે પણ ખૂબ સારા સ્ટેજ આર્ટિસ્ટ્સ છે, તેઓ પણ તેમની અભિનયની શરૂઆત તેમના પિતા અરવિંદ જોશી અને પ્રવીણ જોશીની સાથે જ કરી હતી. અરવિંદ જોશી ઘણા બધા લોકોના મેન્ટોર રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે અરવિંદ જોશીએ 1975માં આવેલી શોલેમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યુ. 1969માં આવેલી ઈત્તેફાક અને અપમાન કી આગમાં પણ તેમણે ભૂમિકા ભજવી હતી.