ગણદેવી તાલુકાનાં ખાપરવાડા ગામમાં ભગવાનનો ડર રાખ્યા વગર અજાણીયા વ્યક્તિ દ્રારા સિંગોતર માતાનાં મંદિર માંથી ગત રાત્રે ચોરીની ઘટના બનતા પોલીસ ફરિયાદ નોંધવા પામી છે.

ખાપરવાડા ગામમાં આવેલા સિંગોતર માતાનાં મંદિર રાત્રે દાનપેટીની ચોરીનો બનાવ બનતા ગામ લોકોએ પોલીસને ફરિયાદ આપી હતી. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઇ છે.

ગત રાત્રે અજાણ્યા શખ્સો મંદિરના દરવાજાના તાળા તોડી મંદિરમાંથી દાનપેટીની ચોરી કરી અજાણ્યા ચોરો ફરાર થઈ ગયા હતા. લોકો મંદિર ખોલતા ચોરી થયાં હોવાનું માલુમ પડતા પોલીસને જાણ કરી હતી.પોલીસને જાણ થતા બીલીમોરા પોલીસ વધુ તપાસ હાથ ધરી છે. આ દાનપેટીમાં કેટલા રૂપિયા હતા તેની કોઈ ચોક્કસ રકમ જાણ થઇ નથી, ચોર ને પકડવા પયત્નો થઈ રહયા છે.