ભારત આજે 72મા ગણતંત્ર દિવસ પર રાજધાનીમાં યોજાનારી પરેડ દરમિયાન પહેલી વાર રાફેલ ફાઇટર પ્લેનની ઉડાનની સાથે ટી-90 ટેન્ક, સમવિજય ઇલેક્ટ્રોનિક યુદ્ધક પ્રણાલી, સુખોઈ-30 એમકે આઇ ફાઇટર પ્લેન સહિત પોતાની સૈન્ય શક્તિનું પ્રદર્શન કરશે. રક્ષા મંત્રાલયે સોમવારે કહ્યું કે ગણતંત્ર દિવસ પરેડમાં રાજપથ પર 17 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ઝાંખીઓ, રક્ષા મંત્રાલયની 6 ઝાંખીઓ, અન્ય કેન્દ્રીય મંત્રાલયો અને અર્ધસૈનિક દળોની 9 ઝાંખીઓ સહિત 32 ઝાંખીઓમાં દેશની સમૃદ્ધિ અને સાંસ્કૃતિક ધરોહર, આર્થિક ઉન્નતિ અને સૈન્ય તાકાતની આન બાન શાન જોવા મળશે.

મંત્રાલયે કહ્યું કે, સ્કૂલના સ્ટુડન્ટ્સ લોક નૃત્ય રજૂ કરશે. ઓડિશામાં કાલાહાંડીના મનમોહક લોક નૃત્યા બજાસલ, ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ અને આત્મનિર્ભર ભારત અભિયાન વિશે પણ રજૂઆત થશે. મંત્રાલયે કહ્યું બે બાંગ્લાદેશ સૈન્ય દળની 122 સભ્યોની ટુકડી પણ આજે રાજપથ પર પરેડમાં ભાગ લેશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, બાંગ્લાદેશની ટુકડી, બાંગ્લાદેશના મુક્તિ યોદ્ધાઓની વિરાસતને આગળ વધારશે, તેઓએ લોકો પર દમન અને અત્યાચારની વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો અને બાંગ્લાદેશને 1971માં આઝાદી અપાવી હતી.

ગણતંત્ર દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી છે. તેઓએ ટ્વીટ કરીને લખ્યું કે, દેશવાસીઓને ગણતંત્ર દિવસની અનેક શુભકામનાઓ. જય હિંદ.

રાષ્ટ્રીય સમર સ્મારક પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશ માટે બલિદાન આપનારા નાયકોને શ્રદ્ધાંજલિ આપવાની સાથે ગણતંત્ર દિવસ પરેડ સમારોહની શરૂઆત થશે. મંત્રાલયે કહ્યું કે, વડાપ્રધાન દેશ માટે બલિદાન આપનારા નાયકો પર પુષ્પ અર્પિત કરશે. ત્યારબાદ વડાપ્રધાન અને અન્ય વિશિષ્ટગણ રાજપથ પર પરેડના સાક્ષી બનશે. પરંપરા મુજબ ધ્વજ વંદન કર્યા બાદ રાષ્ટ્રગીત અને 21 તોપોની સલામી આપવામાં આવશે. મંત્રાલયે કહ્યું કે રાષ્ર્આપતિ રામનાથ કોવિંદ દ્વારા ધ્યજ વંદન કર્યા બાદ પરેડની શરૂઆત થશે