પ્રતિકાત્મક ફોટોગ્રાફ્સ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 423 નવા કેસ નોંધાયા હતા. કોરોના વાયરસનું સંક્રમણ સતત ઘટી રહ્યું છે, જ્યારે કોરોના સંક્રમણના કારણે વધુ 1 દર્દીના મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક 4375 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 4960 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધી કુલ 2,49,352 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 50 દર્દી વેન્ટીલેટર પર છે અને 4910 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં એક દર્દીનું મોત નીપજ્યું હતું.

ગુજરાતમાં આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે નવા નોંધાયેલા કેસમાં અમદાવાદ કોર્પોરેશનમાં 81, સુરત કોર્પોરેશનમાં 75, વડોદરા કોર્પોરેશનમાં 65, રાજકોટ કોર્પોરેશનમાં 46, વડોદરા 22, સુરત 17, કચ્છ 11, રાજકોટ-13, ભાવનગર કોર્પોરેશન -7, જુનાગઢ કોર્પોરેશન-7, ગાંધીનગર, ખેડા અને મેહસાણામાં 6-6 કેસ નોંધાયા હતા.

રાજ્યમાં આજે કુલ 702 દર્દીઓ સાજા થયા હતા. રાજ્યમાં સાજા થવાનો દર 96.39 ટકા છે. રાજ્યમાં આજે 31,116 લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. અત્યાર સુધી કુલ 78,319 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે