હોમબેલ ફિલ્મ, એએ ફિલ્મ અને એક્સેલ એન્ટરટેઇનમેન્ટ તરફથી KGFના ચાહકોને 2021ની ભેટ મળી ગઇ છે. નવા વર્ષની શાનદાર શરૂઆત કરતા આ પ્રોડક્શન હાઉસે તેમની ફિલ્મ કેજીએફ ચેપ્ટર 2નું ટીઝરને સમય પહેલા જ રિલીઝ કરી દીધુ છે. આ વર્ષે રિલીઝ થનારી ફિલ્મ કેજીએફ 2નું ટીઝરને સુપર સ્ટાર યશના જન્મદિવસ પર એક ભેટ તરીકે 8 જાન્યુઆરી રીલિઝ કરવાનું હતુ. જોકે તેને પહેલા જ રિલીઝ કરવામાં આવ્યુ છે.

ફિલ્મના મેકર્સે ચાહકોની ભારે માંગ પર કેજીએફ 2નું ટીઝર 7 જાન્યુઆરી 2021ની રાત્રે 9.29 કલાકે હોમબેલ ફિલ્મના યૂ ટ્યૂબ ચેનલ પર રિલીઝ કર્યુ. એક્સેલ એન્ટરટેઇનમેન્ટ અને એએ ફિલ્મ, આ વર્ષે થિયેટરોમાં મેગા મહત્વકાંક્ષી ફિલ્મ કેજીએફ ચેપ્ટર 2ને હિન્દીમાં રિલીઝ કરશે અને તેથી મેકર્શ ખૂબ જ ખુશ પણ છે.

ટીઝરની વાત કરીએ તો તેની શરૂઆતમાં તમને રોકીની માં અને તેના બાળપણ જોવા મળશે. કેવી રીતે રોકીની માતાએ તેને ઉછેર્યો, કેવી રીતે તે મોટો થયો અને કેવી રીતે તેણે એક વાયદો કર્યો હતો, જેને તે હવે પૂર્ણ કરશે. ટીઝરમાં એક સાંસદ તરીકે રવીના ટંડનને જોઇ શખાય છે. જ્યારે સંજય દત્ત અધિરાના લુકમાં નજરે પડશે. જોકે અત્યારે પણ તેનો ચહેરો નથી બતાવવામાં આવ્યો.

રોકિંગ સ્ટાર યશની વાત કરીએ તો તે સ્ટાઇલમાં વાહનો પર ગોળી વરસાવતા જોવા મળશે. તેનો સ્વેગ જોતા જ બને છે, તેનો સ્ટાઇલ અને લુક ખતરનાક છે અને શાનદાર લાગે છે. યશને જોઇ સ્પષ્ટ છે કે તે પોતાની શરૂ કરેલી વાર્તા પૂર્ણ કરવા પરત ફર્યો છે. આ વખતે તેનો પહેલા કરતા શાનદાર લુક જોવા મળશે.

મહત્વનું છે કે, અત્યારે કેજીએફ 2ની રિલીઝ તારીખની જાહેરાત નથી થઇ. આ ફિલ્મમાં સંજય દત્ત, યશ, રવિના ટંડન, શ્રીનિધિ શેટ્ટી, પ્રકાશ રાજ સાથે અન્ય સ્ટાર્સ કામ કરી રહ્યા છે. ફિલ્મનું ડિરેક્શન પ્રશાંત નીલે કર્યુ છે. ચાહકો ફિલ્મની રાહ ઘણાં સમયથી જોઇ રહ્યા છે. એવામાં ટીઝર ચાહકો વચ્ચે વાયરલ થઇ ગયુ છે.