સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ભાજપ-કૉંગ્રેસે અને અન્ય પાર્ટીઓએ તૈયારીઓ શરુ કરી દીધી છે. ત્યારે કૉંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ કરી આજે હેલો કેમ્પેઈન લોન્ચ કર્યુ છે. કૉંગ્રેસે હેલો કેમ્પઈન અંતર્ગત 6 નંબર પણ જાહેર કર્યા છે. જેમાં અલગ અલગ ડેસ્ક પર અલગ અલગ શહેરો માંથી આવી સમસ્યા નોંધાશે.

કોંગ્રેસે નાગરિકોની સમસ્યા સાંભળવા નંબર જાહેર કરવામાં આવ્યા છે. કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ કહ્યું કે, રાજ્યમાં અને કેન્દ્રમાં અને મહાનગરોમાં નાકામ શાસનની નીતિઓના કારણે પ્રજા સમસ્યાથી પીડિત છે. સરકાર પોતાના મનની વાત લોકોને સંભળાવે છે પણ લોકોના દિલની વાત સાંભળવા તૈયાર નથી. શાસકો પ્રજાને ભ્રમિત કરે છે.

ચાવડાએ કહ્યું અમે નિર્ણય કર્યો છે આ સમસ્યા સાંભળી સડકથી સંસદ સુધી લડીશું. સત્તા પરિવર્તન નજીક છે, આવા સમયમાં પ્રજાના સૂચન અમે સાંભળીશું. ચૂંટણીના મેનિફેસટોમાં આ મુદ્દાઓ આવરી લઈશું. શાસકોનો અહંકાર લોકશાહીમાં ચલાવી લેવાય નહીં. જનતાનું ન સાંભળે તેને સત્તા સ્થાને ન બેસાડી શકાય. હવે જોવાનું એ રહ્યું કે કોંગ્રેસની આ મુહિમ કેટલી સફળ નીવડે!