દક્ષિણ ગુજરાતના સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અસદુદ્દીન ઓવૈસીની એન્ટ્રી થઇ ચુકી છે સ્થાનિક ભારતીય ટ્રાયબલ પાર્ટીના વડા છોટુ વસાવાએ ઓવૈસી સાથે હાથ મિલાવીને ચૂંટણી લડવાનુ એલાન માહિતી આપી છે જેના પગલે સમગ્ર ગુજરાતમાં રાજકારણ ગરમાયુ છે.

ગુજરાતમાં આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના આગમન પહેલાં જ રાજકારણમાં ગરમાવો આવ્યો છે કેમ કે AIMIM સાથે ભારતીય ટ્રાયબલ પાર્ટી ગઠબંધન થયાની જાણકારી છે. ભારતીય ટ્રાયબલ પાર્ટીના વડા અને ધારાસભ્ય છોટુ વસાવાએ જણાવ્યું કે, ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીમાં ઓવૈસીના પક્ષે સારો દેખાવ કર્યો છે. બીટીપી અને AIMIM સાથે મળીને ચૂંટણી લડશે. એટલું જ નહીં, ભાજપ-કોંગ્રેસને હરાવીશું.

વસાવાએ એવો પણ આક્ષેપ કર્યો કે ભાજપ સરકાર જ નક્સલવાદી છે. અમે ઇકો સેન્સીટીવ ઝોનથી આદિવાસીઓને બચાવીશું. ભાજપ સરકાર ઉદ્યોગપતિનું રમકડુ બન્યુ છે.

આ વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ એવો આરોપ મૂક્યો કે,તમામ મોરચે નિષ્ફળ ગયેલી ભાજપ સરકારે હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં BTP- AIMIM જેવી B ટીમોનું ગઠબંધન કરાવી કોંગ્રેસને ડરાવવાનો પ્રયાસ કરી રહી છે. પણ ગુજરાતની જનતા હવે બધુ ઓળખી ચૂકી છે. ચૂંટણીમાં મતના માધ્યમથી જવાબ આપવામાં આવે છે.