રાજકીય નિષ્ણાત પ્રશાંત કિશોરે દાવો કર્યો હતો કે પશ્ચિમ બંગાળમાં ભાજપને 100 બેઠકો પણ નહીં મળે અને જો બે અંકોમાં બેઠક મેળવે તો ટ્વિટર છોડી દઇશ. સાથે તેમણે કહ્યું હતું કે કદાચ ભાજપ 200 બેઠકો ન મેળવી શકે તો શું તેમના નેતાઓ પદ પરથી રાજીનામા આપી દેશે? પ્રશાંત કિશોર હાલ પશ્ચિમ બંગાળમાં ટીએમસી અને તેના નેતા મમતા બેનરજી માટે કામ કરી રહ્યા છે અને સોશિયલ મીડિયાથી લઇને સ્થાનિક સ્તરે ચૂંટણી જીતવા માટેની સ્ટ્રેટેજીમાં મદદ કરી રહ્યા છે.

અગાઉ તેઓ આ જ પ્રકારની મદદ ભાજપ, જદ(યુ) અને કોંગ્રેસને પણ કરી ચુક્યા છે. તેઓએ મમતાનું સમર્થન કરતા નિવેદનો આપવાનું શરૂ કરી દીધુ છે. પ્રશાંત કિશોરે કહ્યું હતું કે હું ભાજપના નેતાઓને પડકાર ફેંકુ છું, શું આ નેતાઓ ભાજપ 200 બેઠકો મેળવવામાં નિષ્ફળ રહે તો પોતાના પદ પરથી રાજીનામા આપી દેશે.

પ્રશાંત કિશોરે આ પડકાર ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડા, ગૃહ મંત્રી અમિત શાહ સહિતના ભાજપના નેતાઓને ફેક્યો હતો. સાથે તેમણે જણાવ્યું હતું કે ભાજપ પશ્ચિમ બંગાળમાં ડબલ ડિજિટનો આંકડો પણ પાર કરવામાં ભારે સંઘર્ષ કરવો પડશે અને 100ની અંદર બેઠકો માંડ મેળવી શકશે. જો તેઓ આ આંકડા કરતા વધુ બેઠકો મેળવી લે તો હું મારૂ કામ છોડી દઇશ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ડીસીઝન ન્યૂઝ સાથે. લાઇક, સેર અને ફોલો કરી શકો છો.