ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1110 કેસ નોંધાયા છે. જેની સામે 1236 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાનાના કારણે 11 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4193 થયો છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસ 2,29,913 નોંધાયા છે. જેમાંથી એક્ટિવ કેસ 12,881 છે. આજે રાજ્યમાં કુલ 54,833 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 92.57 ટકા છે.
રાજ્યમાં આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે નવા નોંધાયેલા કેસમાં અમદાવાદ શહેરમાં 232, અમદાવાદ જિલ્લામાં 7, સુરત શહેરમાં 141, સુરત જિલ્લામાં 26, વડોદરા શહેરમાં 101, વડોદરા જિલ્લામાં 42 , રાજકોટ શહેરમાં 99, રાજકોટ જિલ્લામાં 25, ગાંધીનગર શહેરમાં 21, ગાંધીનગર જિલ્લામાં 30, મહેસાણામાં 44, કચ્છમાં 35, અમરેલી, ખેડામાં 23-23, ભરૂચ,પંચમહાલમાં 22-22 સહિત કુલ 1110 કેસ નોંધાયા છે.
રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના કારણે 11 દર્દીઓના મોત થયા છે. જેમાં અમદાવાદમાં 8, સુરતમાં 2 જ્યારે મહેસાણામાં એક દર્દીનું મોત થયું છે. બીજી તરફ અમદાવાદ શહેરમાં 228, અમદાવાદ જિલ્લામાં 11, સુરત શહેરમાં 166, સુરત જિલ્લામાં 35, વડોદરા શહેરમાં 57, વડોદરા જિલ્લામાં 20, રાજકોટ શહેરમાં 107, રાજકોટ જિલ્લામાં 26, ગાંધીનગર શહેરમાં 62, ગાંધીનગર જિલ્લામાં 17, મહેસાણામાં 76, સાબરકાંઠામાં 47 અને પાટણમાં 32 સહિત 1236 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે.
રાજ્યમાં અત્યારે કુલ 12,881 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 61 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 12,820 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 212839 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.