photo AajTak

દેશમાં નવા કૃષિ કાયદા સામે દિલ્હી બોર્ડર પર ખેડૂતોનુ આંદોલન ચાલી રહ્યુ છે અને તેની વચ્ચે બિહારના સમસ્તીપુરમાં ખેડૂતોની દયાજનક હાલતનો એક કિસ્સો સપાટી પર આવ્યો છે. અહીના એક ખેડૂતે કોબીનો યોગ્ય ભાવ નહીં મળતા હતાશ થઈને પોતાની કોબીની ખેતી પર ટ્રેક્ટર ફેરવી દીધુ હતુ. જ્યારે આ ખબર આગની જેમ ફેલાઈ ત્યારે લોકોને કોબીની ખેતી કરનારા ખેડૂતોની દુર્દશાનો ખ્યાલ આવ્યો હતો.આ ખેડૂત ઓમપ્રકાશ યાદવનુ કહેવુ છે કે, કોબીની ખેતીમાં ફાયદાની જગ્યાએ નુકસાન જઈ રહ્યુ છે.

ખેડૂતનું કહેવું છે કે પહેલા તો કોબીને મજૂરો પાસે કપાવવી પડે છે અને તેને પેક કરવી પડે છે. એ પછી તેને માર્કેટમાં પહોંચાડવી પડે છે. જોકે મંડીમા વચેટિયાઓ એક કિલો કોબી માટે એક રુપિયો પણ આપવા તૈયાર નથી. મજબૂર થઈને મેં મારી ખેતી પર ટ્રેક્ટર ફેરવ્યુ છે.

ખેડૂતોનુ માનવામાં આવે તો કોબીની ખેતીમાં પ્રતિ એકર ચાર હજાર રુપિયા ખર્ચો થાય છે અને તેની સામે એક કિલોનો એક રુપિયા ભાવ પણ મળી રહ્યો નથી.ખેડૂતનુ કહેવુ છે કે, આવુ બીજી વખત થયુ છે.હવે હું ખેતરમાં ઘઉંની જ ખેતી કરીશ.આ પહેલા ઘઉંનો પાક ખરાબ થયો તો સરકાર તરફથી માત્ર 1090 રુપિયા વળતર મળ્યુ હતુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ડીસીઝન ન્યૂઝ સાથે. લાઇક, સેર અને ફોલો કરી શકો છો.