શિમલા: હિમાચલ પ્રદેશમાં મંડી જિલ્લાની એક તિબ્બતી સ્કૂલ બોર્ડિંગના ૧૦૧ વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ મળી આવતા હડકંપ મચી ગયો છે. અધિકારીઓએ આ જાણકારી આપવામાં આવી કે શનિવારે રાજ્યમાં કુલ ૩૩૦ નવા કોરોના કેસ નોંધાયા છે. હવે રાજ્યમાં કોરોનાની સંખ્યા વધીને ૨૪૫૬૯ થઇ ગયાના રીપોર્ટ મળી રહ્યા છે.

    રાજ્યમાં કોરોના વાયરસથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા ૩૬૨ થઈ ગઈ છે. મંડી જિલ્લામાં આ દરમિયાન ૧૫૫ લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. જેમાં ૧૦૪ શાળાના વિદ્યાર્થીઓ સામેલ છે. જેમાં ચોંતરામાં તિબ્બતી ચિલ્ડ્રીન વિલેજ સ્કૂલ ના ૧૦૧ અને અન્ય એક સરકારી શાળાના ૩ વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે.

     આંધ્રપ્રદેશમાં શાળાઓમાં ધોરણ ૯, ૧૦ અને ૧૨ 9ના ક્લાસ ચાલુ કરાયા બાદથી અત્યાર સુધીમાં ૫૭૫ વિદ્યાર્થીઓ અને ૮૨૯ ટીચર્સ કોરોના વાયરસ સંક્રમિત મળી આવ્યા છે. આંધ્ર પ્રદેશના શિક્ષણ વિભાગના આંકડા મુજબ રાજ્યમાં ધોરણ ૯ અને ૧૦ના ૯.૭૫ લાખ વિદ્યાર્થીઓ રજિસ્ટર્ડ છે. જેમાંથી ૩.૯૩ લાખે ક્લાસ અટેન્ડ કર્યા. ૧.૧૧ લાખ શિક્ષકોમાંથી ૯૯,૦૦૦ થી વધુ શિક્ષકો સંસ્થાઓમાં પહોંચ્યાની માહિતી મળી રહી છે.

    આ ઘટનાને ધ્યાનમાં લેતા જે રાજ્યો સ્કૂલો ચાલુ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે તેઓ એ વખત પોતાના નિર્ણય પર ફરીથી વિચાર કરવો જોઈએ ક્યાંક ઉતાવળના પગલાં બાળકોના ભવિષ્ય પર જોખમ ના ઉભું કરી દે આમ પણ આરોગ્ય નિષ્ણાત AMAના પ્રમુખ ડૉ. મોના દેસાઈના કહ્યા અનુસાર ‘સરકારે સ્કૂલો ખોલવામાં ઉતાવળ ન કરી થોડી રાહ જોવાની સલાહ આપી છે’.