રૂપાણી સરકારે કરેલ જાહેરાત પ્રમાણે સમગ્ર રાજ્યમાં ગુજરાત બોર્ડ સાથે સંકળાયેલી સ્કૂલોમાં દિવાળીનું ૨૧ દિવસનુ દિવાળી વેકેશન શરૂ થયુ છે ત્યારે વિદ્યાર્થીઓ માટે માઠા સમાચાર છે. આ વખતે પહેલું સત્ર સ્કૂલ ચાલુ નહીં થઈ હોવાથી સરકાર બીજું સત્ર ૪૦ દિવસ જેટલું લંબાવી શકે છે. જેના કારણે વિદ્યાર્થીઓએ એપ્રિલ-મે-જૂન મહિનાની કાળઝાળ ગરમીમાં પણ સ્કૂલોમાં જવું પડશે એવું લાગે છે.
સામાન્ય રીતે ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની બોર્ડની પરીક્ષા માર્ચ મહિનામાં લેવાય છે તે આવતા વર્ષે મે મહિનામાં યોજાય તેવી શક્યતા છે. અન્ય ધોરણોની વાર્ષિક પરીક્ષા જે એપ્રિલમા લેવાતી હતી તે પણ જૂન ૨૦૨૧માં લેવાઇ શકે છે એ જોતાં વિદ્યાર્થીઓએ ભયંકર ગરમીમાં પરીક્ષા આપવા જવું પડશે ને તેમની હાલત બગડી જશે.
ગુજરાત સરકાર દિવાળી પછી શૈક્ષણિક સત્ર લાંબુ રાખવા માંગે છે. બીજુ સત્ર ૧૫૦થી ૧૫૫ દિવસનું હશે કે જેથી જેથી આગળના સત્રમાં જે સમય વેડફાયો તેની ભરપાઇ કરી શકાય. નવેમ્બરના અંતમાં સ્કૂલો ખૂલશે એ જોતાં એ પછીના પાંચ મહિના મમતલબ કે એપ્રિલના અંત સુધી સ્કૂલોમાં જવું પડશે. ગુજરાતમાં એપ્રિલમાં ગરમી અસહ્ય બનતી હોય છે એ જોતાં વિદ્યાર્થીઓની હાલત બગડી જશે. સરકાર દિવાળી વેકેશન પછી ધોરણ ૯થી ધોરણ ૧૨ના વિદ્યાર્થીઓને સ્કૂલમાં બોલાવી શકે છે.
આ વર્ષે ગુજરાતની સ્કૂલોમાં બે અઠવાડીયા વહેલુ દિવાળી વેકેશન આપી દેવા આ વખતે ૨૯ ઓક્ટોબરથી ૧૮ નવેમ્બર સુધી દિવાળી વેકેશન છે. છેલ્લા સાત મહિનાથી સ્કુલો અને કોલેજો બંધ, વિધ્યાર્થીઓના ઓનલાઇન ક્લાસ લેવામાં આવે છે અને પરીક્ષા પણ ઓનલાઇન થાય છે. આ કારણે રાજ્યમાં પહેલી વાર દિવાળી વેકેશન તહેવારોના બે અઠવાડીયા પહેલા શરુ થયુ છે. તેના પરથી સપષ્ટ સંકેત મળે છે કે, દિવાળી પછી સ્કુલો ખુલી શકે છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડને સંલગ્ન શાળાઓનુ શૈક્ષણિક વર્ષ સામાન્ય રીતે બે સત્રમા વહેચાયેલુ હોય છે. પહેલુ સત્ર જૂન મહિનામા શરૂ થાય છે અને ૧૦૫ દિવસનુ હોય છે. આ સત્ર ૨૧ દિવસના દિવાળી વેકેશન સાથે પુરુ થાય છે. સામાન્ય રીતે ૨૧ દિવસનુ વેકેશન દિવાળીના બે ત્રણ દિવસ પહેલાં શરુ થાય છે. અને દેવ દિવાળીની આસપાસ સમાપ્ત થાય છે પણ આ વખતે કોરોનાના કારણે કાર્યક્રમ બદલાયો છે.