દેશ-દુનિયામાં અને આપણી આસપાસ અને કુદરતના ખોળે ખૂબ જ મહત્વપૂર્ણ ઝાડ-છોડ આવેલા હોય છે. વૃક્ષો અને છોડમાંથી આપણને શુધ્ધ હવા ઉપરાંત ઘણી બીજી વસ્તુઓ પણ મળે છે. ઘણા છોડ ઔષધીય ગુણથી ભરેલા હોય છે અને તે લોકોને અનેક રોગોથી દૂર રાખે છે. પરંતુ કેટલાક છોડ આપણા માટે જોખમી પણ છે. તે ઝેરી હોય છે અને મનુષ્યની જાન પણ લઇ શકે છે.  તો ચાલો આપણે ઝેરીલા પાંચ છોડો પરિચિત થઈએ જેનાથી માણસને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવી શકે છે.

સુઇસાઇડ ટ્રી
ભારતમાં કેરળ અને આજુબાજુના દરિયા કિનારાના વિસ્તારોમાં જોવા મળતા આ પ્લાન્ટને કારણે કેરળમાં અનેક મૃત્યુ થયા છે. તેના બીજની અંદર અલ્કલોઇડ્સ જોવા મળે છે, જે હૃદય અને શ્વસનતંત્ર માટે એકદમ જીવલેણ સાબિત થઈ શકે છે. આ છોડ ખુબ જ ખતરનાક છે.

કનેર
કનેરનો આખો છોડ જીવલેણ હોય છે. આ ખાતાની સાથે, વ્યક્તિ ઉલટી, ચક્કર, અશક્તિની સાથે કોમામાં પણ જઈ શકે છે. જો તેનું પાન શરીરને સ્પર્શે તો ખંજવાળ શરૂ થઇ જાય છે. કનેર એટલો ઝેરી છોડ હોય છે કે તેના ફૂલ ઉપર બેઠેલ મધમાખીઓએ બનાવેલું મધ ખાવાથી વ્યક્તિ બીમાર થઈ શકે છે. આ છોડ પણ માણસનું મોત નોતરી શકે છે.

રોઝરી પી
આ છોડના બીજ ઝવેરાત અને પ્રાર્થના માટે વપરાતી માળામાં તેનો ઉપયોગ થતો હોવાથી આ છોડનું નામ રોઝરી પી રાખવામાં આવ્યું છે. આ છોડને સ્પર્શ કરવાથી કોઈ નુકશાન નથી થતું પરંતુ તેને ચાવવાથી તે જીવલેણ સાબિત થઈ શકે છે. તેમાં રહેલું એબ્રીન માત્ર ૩ માઇક્રોગ્રામ પણ, માનવીને મારવા માટે પૂરતું છે. આ ખતરનાક છોડ ભારતમાં ઘણી જગ્યાએ ઉપલબ્ધ છે.

એરંડા
આપણે ત્યાં સરળતાથી મળી રહતા એરંડાના બીજમાંથી કેસ્ટર તેલ કાઢવામાં આવે છે. તેના બીજ ખૂબ ઝેરી હોય છે. તેના એક કે બે બીજ ખાધા પછી બાળક મરી પણ શકે છે, અને વૃદ્ધ વ્યક્તિ આઠ બીજ ખાધા પછી મરી જાય છે. તેમાં રાઈસિન નામનું એક ઝેર હોય છે જે કોષોની અંદર પ્રોટીનનું સંશ્લેષણ બંધ કરે છે અને તેનાથી ઉલટી થાય છે અને માનવીનું મૃત્યુ થવાની સંભાવના વધી જાય છે.

વ્હાઇટ સ્નેકરૂટ
આ છોડ ખુબ જ જીવલેણ છે જેનું ઉદાહરણ સ્વરૂપે જોઈએ તો અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકનના માતા નેન્સી હેન્ક્સનું આ છોડથી અવસાન થયું હતું. આ છોડમાં નાના સફેદ ફૂલો હોય છે. તેમાં એક ઝેરી આલ્કોહોલ ટ્રેમાટોલ હોય છે. અબ્રાહમ લિંકનની માતાએ એક ગાયનું દૂધ પીધું, જેણે આ છોડ ખાધો હતો. આમ ધરતી પર ઘણા છોડ માણસને તરીકે જીવન આપી શકે છે તો ઘણા છોડ જીવન છીનવી પણ શકે છે.