પેટાચૂંટણીમાં મતદાન શરૂ થઈને 5 કલાક વીતી ગયા છે. જેમાં ક્યાંક ભારે તો ક્યાં ફિક્કો પ્રતિસાદ મળી રહ્યો છે. પરંતુ કોરોનાકાળમાં ક્યાંક મતદાન કરવાનો લોકોનો ઉત્સાહ ઓસર્યો હોય તેવુ લાગી રહ્યું છે. 2 વાગ્યા સુધી માં 8 વિધાનસભાની બેઠકો પર સરેરાશ બપોરે 3 વાગ્યાસસુધીમાં 41.24 ટકાથી વધુ મતદાન થયું છે. ચૂંટણીમા દર વખતે બપોર બાદ મતદાન ઘટી જતુ હોય છે, અને ચાર વાગ્યા બાદ ફરીથી મતદાન શરૂ થતુ હોય છે, આવામાં ખરો આંકડો તો સાંજે જ જોવા મળશે. જોકે, કોરોનાકાળમાં 6 વાગ્યા સુધી મતદાન કરવાનો સમય આપવામાં આવ્યો છે. તો ક્યાંક મતદારોએ મતદાનનો બહિષ્કાર પણ કર્યો હોય તેવું જાણવા મળ્યુ છે.

   વિધાનસભાની 8 બેઠક પર સરેરાશ 59% મતદાન નોંધાયું હતું. ડાંગ બેઠક પર સૌથી વધુ 74.71% મતદાન નોંધાયું હતું. આ ઉપરાંત વલસાડની કપરાડા બેઠક પર ૬૯.૨૩% મતદાન, વડોદરાની કરજણ બેઠક પર 65.94% મતદાન, કચ્છની અબડાસા બેઠક પર 57.78% મતદાન, સુરેન્દ્રનગરની લીંબડી બેઠક પર 56.04% મતદાન, મોરબી બેઠક પર અત્યાર સુધી 51.88% મતદાન, બોટાદની ગઢડા બેઠક પર 47.86% મતદાન, અમરેલીના ધારીમાં સૌથી ઓછું 42.18% મતદાન નોંધાયું હતું. કુલ 81 ઉમેદવારોનાં ભાવી EVM માં સીલ થયા હતા. 10 નવેમ્બરે પેટાચૂંટણીનું પરિણામ જાહેર થશે.

   ગુજરાત વિધાનસભાની 8 બેઠકો માટેની પેટાચૂંટણીમાં સાંજે 5 વાગ્યા સુધીમાં સરેરાશ 53.18 ટકા મતદાન થયું હતું. જેમાં કચ્છની અબડાસા બેઠકમાં 47.00 ટકા મતદાન નોંધાયું હતું. તો અમરેલીની ધારી બેઠકમાં 42.18 ટકા સાથે સૌથી નિરસ મતદાન રહ્યું હતું. જો કે ડાંગમાં સૌથી વધારે 70.12 ટકા મતદાન નોંધાયું હતું. સુરેન્દ્રનગરની લિંબડી બેઠકમાં 54.23 ટકા મતદાન નોંધાયું હતું. વડોદરાની કરજણ બેઠક પર 55.39 મતદાન નોંધાયું હતું. મોરબી બેઠક પર 49.94 ટકા મતદાન થયું હતું. બોટાદની ગઢડા બેઠક પર 46.51 ટકા મતદાન નોંધાયું હતું.

   વાગ્યા 05.00 સુધી માં 8 વિધાનસભામાં 53.28 ટકા મતદાન નોંધાયું છે. ધારી 42.18 ટકા મતદાન, ગઢડા 46.69 ટકા મતદાન, ડાંગ 70.12 ટકા મતદાન, અબડાસા 47.00 ટકા મતદાન, મોરબી. 50.34 ટકા મતદાન, લીંમડી 54.35 ટકા મતદાન, કરજણ. 55.39 ટકા મતદાન અને કપરાડા 63.94 ટકા મતદાન નોંધાયું હતું. આ પ્રકારે કુલ સરેરાશ મતદાન થયું 53.28 ટકા નોંધાયું હતું. મતદાનની પેટીમાં ઉમેદવારોના ભવિષ્ય અને લોકોની આશા કેદ થઇ ગઈ છે. હવે આવનારો સમય બતાવશે કોના માથે જીતનો તાજ હશે.