ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર નરેશ કનોડિયાનું નિધન થયું છે. કોરોનાગ્રસ્ત થયેલા આ દિગ્ગજ અભિનેતા કલાકાર અમદાવાદની યુ.એન.મેહતા હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. છેલ્લા કેટલાક દિવસોથી તેમની તબિયત નાજુક હતી. તેઓ સતત વેન્ટિલેટર પર હતા. નરેશ કનોડિયાની વિદાય ગુજરાતી ફિલ્મ જગત માટે બહુ જ શોકમગ્ન બની રહેશે. 48 કલાકમાં જ ગુજરાતે બે દિગ્ગજ કલાકારોને ગુમાવ્યા છે. રવિવારના રોજ નરેશ કનોડિયાના મોટાભાઈ અને ગુજરાતી ગાયક-સંગીતકાર મહેશ કનોડિયાનું નિધન થયું હતું. ત્યારે ટૂંકા ગાળામાં કનોડિયા ભાઈઓએ દુનિયામાંથી વિદાય લીધી છે.