તા. ૩૧મીના રોજ DGVCLના કર્મચારીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાતના દિવસે કાળી પટ્ટી પહેરી ફરજ બજાવશે. અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘના સભ્યો પણ DGVCLના યુનિયનના સભ્યોના સમર્થનમાં જોડાશે. મધ્ય ગુજરાત વિજ કંપની લિમિટેડના કર્મચારીઓ પણ કાળીપટ્ટી પહેરીને ફરજ બજાવશે.

    અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ DGVCLના પડતર પ્રશ્નોનું નિરાકરણ નહિ આવતા સુરત મુખ્ય કચેરી આગળ એક દિવસના ધરણા બાદ સમગ્ર ગુજરાતમાં આંદોલનના સુરમાં કર્મચારીઓ વિરોધ નોંધાવ્યો હતો. તેના ભાગરૂપે અંકલેશ્વર DGVCL કચેરી ખાતે કર્મચારીઓ પ્રતીક ધરણા યોજાયા હતા. દક્ષિણ ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓના પડતર પ્રશ્નોનો નિકાલ નહિ આવતા હવે પીએમ મોદી સામે આ વાતનો વિરોધ વ્યક્ત કરવા માટે તખ્તો ગોઠવાયો છે. વિગતો મુજબ અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ દ્વારા કર્મચારીઓના પડતર પ્રશ્નોનો યોગ્ય ઉકેલ નહિ આવતા સોમવારે મીટિંગમાં પણ પદાધિકારીઓ હાજર નહીં રહેતાં યુનિયને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 31મી ઓકટોબરની કેવડીયા કોલોની ખાતેની મુલાકાત દરમિયાન વીજકર્મીઓને કાળી પટ્ટી પહેરીને વિરોધ કરવાનું એલાન આપ્યું છે.

       તેમાં AGVCLના કર્મચારીઓ પણ જોડાશે. અગાઉ અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘે મેનેજમેન્ટ અને સંસ્થાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કર્મચારીઓની રજૂઆતો નહીં સાંભળવી, રજૂઆત માટે તક નહીં આપવી, મીટિંગની લેખિત મિનિટ્સ આપી હોવા છતા અનફેર લેબર પ્રેક્ટિસ કરતા હોવાના આક્ષેપો કરાયા હતા. આમ હવે વીજ કંપની ના કામદારો પોતાની માંગણી માટે મેદાનમાં આવતા તંત્ર સાબધું બન્યું છે.

    અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘના DGVCLના પડતર પ્રશ્નો બાબતે આજરોજ યોજવામાં આવેલી સમાધાન બેઠકમાં કંપનીના પ્રતિનિધિ હાજર રહ્યાં નહોતા. પ્રશ્નોના ઉકેલ માટે એક સમાધાન બેઠક લેબર કમિશનર કચેરીમાં યોજવામાં આવી હતી. લેબર કમિશ્નર ઓફિસના સરકારી શ્રમ અધિકારીએ DGVCLના એમડીને સમાધાન માટે મધ્યસ્થી કરવા તા.૨૩મીએ પત્ર લખી તા. ૨૬મીના રોજ લેબર કમિશ્નરશ્રીની કચેરીએ તેમના પ્રતિનિધિ અને યુનિયન તરફે યુનિયનના પ્રતિનિધિને હાજર રહેવા જણાવેલ હતું

    કર્મચારીઓના પ્રશ્નોનું નિરાકરણ ન આવવાથી કે મેનેજમેન્ટ અને સંસ્થાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા અમારી રજૂઆતો ન સાંભળવી કે રજૂઆતની તક પણ આપી નથી. રૂબરૂ મુલાકાત ન આપવી કે દોઢ દોઢ વર્ષ અગાઉ તત્કાલીન ઉર્જા અગ્રસચિવ સાથે ગાંધીનગર ખાતે ૨૦-૦૫-૨૦૧૯ના રોજ થઈ ગયેલ મિટિંગમાં લેવાયેલ નિર્ણયો સાથે પાલન કરવાની સૂચના આપી હતી. મિટિંગની લેખિત મિનિટ્સ ૩૧ ના રોજ ડીજવીસીએલને આપેલ હોવા છતાં ડિજીએમ હીનાબેન ચૌધરી કે જે અમારા વિરોધી ઈંટુક યુનિયનના સક્રીય સભ્ય છે. તેઓ અને મેનેજમેન્ટના ઉચ્ચ અધિકારીઓ મળી અનફેર લેબર પ્રેક્ટિસ કરી મિનિટ્સનું પાલન આજદિન સુધી કરતા નથી તેની સામે આંદોલન શરૂ કરેલ છે. હવે આવનારો સમય બતાવશે કે આ આંદોલન સફળ રહે છે કે કર્મચારીઓનો વિરોધ કેવી સ્વરૂપ ધારણ કર છે અને આ બાબતે સરકાર શું હસ્તક્ષેપ કરશે અને કયા નિર્ણય પર પોંહચશે.