પ્રતીકાત્મક ફોટોગ્રાફ્સ

   સામજિક કાર્યકર આદિવાસી સમાજના પ્રશ્નોને સમર્થન આપી જાહેર અપીલ આંદોલન અને લડત લડતા આદિવાસી આગેવાન પ્રફુલ વસાવા પોલીસની બાથમાં. ગત રોજ LCB ના હેડ કોન્સ્ટેબલે ડૉ.પ્રફુલ વસાવા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી બીજી બાજુ સોસીયલ મીડિયા પર ખરાબ પોસ્ટ લખી કુંવરપરાના સરપંચ અને સરપંચ પરિસદના પ્રમુખ નિરંજન વસાવાએ ત્રીજી LCB PSI સી.એમ.ગામીતે પણ ડૉ.પ્રફુલ વસાવા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસ પી.એમ પ્રોગ્રામ પહેલા કોઈ મોટો નિર્ણય લઈ શકે કે કોઈ કડક એક્શન લઈ શકે એવી શક્યતાઓ દેખાઈ રહી છે. પોલીસે હવે નર્મદામાં વિરોધ કરનારા સામે કડક કાર્યવાહી આરંભતા વિરોધ કરનારાઓ માં ફાફડાટ ફેલાયો છે.

   મળતી માહિતી મુજબ પી.એમ મોદીના કાર્યક્રમનો વિરોધ કરી કલેકટરને આવેદન પત્ર આપનાર ડૉ.પ્રફુલ વસાવાને લઈને તંત્ર ચિંતિત હતું પરંતુ તેની સામે ત્રણ દિવસમાં ત્રણ ફોજદારી ગુનો નોંધાતા પોલીસ કડક એકશનના મૂડમાં છે. પહેલી એલ.સી.બી હેડ કોન્સ્ટેબલની કામગીરીમાં અડચણ બની મારવાની ધકમકી નો ગુનો નોંધાયો, બીજા દીવસે નાંદોદ તાલુકાના કુંવરપુરા ગામે રહેતા સરપંચ અને સરપંચ પરિસદના પ્રમુખ એવા નિરંજન વસાવાએ પોતાને બદનામ કરવા સોશ્યલ મીડીયા પર વાયરલ કરી ફરીયાદીની વ્યક્તિગત અને સામાજિક પ્રતિષ્ઠાને નુકશાન પહોચાડવાના હેતુ થી વોટસએપના ગ્રુપોમાં વાયરલ કરી તેમજ આરોપીએ પોતાના ફેસબુકએકાઉન્ટમાં જાહેર કાયદો અને વ્યવસ્થા ને નુકશાન થાય અને જાહેર શાંતીનો ભંગ થાય તેવા હેતુ થી પોસ્ટ લખી ગુનો કર્યો હોવાની ફરિયાદ કરી. જ્યારે ત્રીજા દિવસે LCB PSI સી.એમ ગામીત દ્વારા પી.એમ મોદીના કાર્યક્રમને લઈને સોસિયલ મીડિયા પર વિવાદાસ્પદ અને વિરોધી લખાણ કરી ફેસબૂક પર પોસ્ટ કરનાર પ્રફુલ વસાવા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.