આપણા ત્યાં તહેવારની મોસમ શરૂ થઈ ગઈ છે. કોરોના પછી 8 થી 9 મહિના પછી પહેલીવાર બજારોમાં રોનક પરત ફરી છે ત્યારે લોકો જોરશોરથી ખરીદી કરી રહ્યા છે. આવી સ્થિતિમાં દુકાનદાર પાસે લોકોને ઘણી વખત છુટ્ટા રૂપિયાને લઈને સમસ્યાનો સામનો કરવો પડે છે. ખરીદી બાદ જ્યારે છુટ્ટા આપવાની વાત આવે છે કો દુકાન માલિક તમને છુટ્ટા રૂપિયા આપવાને બદલે ચોકલેટ અથવા અન્ય વસ્તુ આપે છે. આવી સમસ્યા સહન કરતાં લોકો માટે રાહતના સમાચાર છે.

     દેશમાં નવો ગ્રાહક સુરક્ષા કાયદો લાગુ થયા પછી હવે કોઈપણ વ્યક્તિ છુટ્ટાને બદલે અન્ય વસ્તુ આપવા અંગે ગ્રાહક મંચને ફરિયાદ કરી શકે છે. બજારમાં દુકાનદાર ગ્રાહકને 1 રૂપિયા, 2 રૂપિયા, 5 રૂપિયા આપવાને બદલે શેમ્પુ, ચોકલેટ, મુખવાસના પેકેટ જેવી વસ્તુઓ પકડાવી દે છે અને સ્પષ્ટ શબ્દોમાં કહી દે છે કે છૂટ્ટા પૈસા જ નથી.. આવી સ્થિતિમાં જો તમને કોઈ દુકાનદાર સિક્કાના બદલામાં દુકાનદાર ચોકલેટ કે અન્ય વસ્તુ લેવા દબાણ કરે તો તેના વિરુદ્ધ ફરિયાદ કરી શકાય છે. આવી ફરિયાદ નોંધવા માટે નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે.

      ભોગ બનેલા આવા ગ્રાહકો ભારત સરકારની વેબસાઇટ https://jagograhakjago.gov.in/ અને પર ફરિયાદ કરી શકે છે અથવા તો ટોલ ફ્રી નંબર 1800-11-4000 અથવા 14404 પર આ મામલે ફરિયાદ કરી શકે છે. આ સાથે જ તમે મોબાઇલ નંબર 8130009809 પર SMS દ્વારા પણ દુકાનદારની ફરિયાદ નોંધાવી શકો છો. આવા કેસમાં ફરિયાદ સાચી જણાય તો દુકાનદાર સામે કાર્યવાહી થઈ શકે છે. જાગો અને પોતાના હક માટે નિર્ણય લેતા થાવ.