નર્મદા કેનાલનથી ગુજરાતના ખૂણે ખૂણે સિંચાય અને પીવાનું પાણી પહોચે છે. પરંતુ બીજી તરફ નર્મદા ડેમની નજીકના વિસ્તારમાં ખેડૂતો સિંચાયનાં પાણી માટે વલખા મારી રહ્યા છે નર્મદા કેનાલમાં પાણી બંધ થતા જ ગરુડેશ્વર તાલુકાના ખેડૂતોની મુશ્કેલી વધી છે. આખી સીઝનમાં વરસાદથી નુકસાન થયું, નર્મદા ડેમમાંથી પાણી છોડાયું જેમાં નદી વિસ્તરના ખેડૂતોને ખેતીમાં નુકસાન થયું. આમ 75 ટકા ખેતી નષ્ટ થઈ ગઈ અને હવે પાણીની ખરી જરૂરિયાત છે. ત્યારે નર્મદા કેનાલમાંથી પાણી બંધ કરી દેવામાં આવ્યું જેને લઈને કેનાલમાં પાણી ના મળતા બચેલી 25 ટકા ખેતીને નુકસાન થશે આવી અનેક વાર સ્થાનિકો એ રજૂઆતો કરી છતાં કોઈ પણ ધ્યાન આપ્યા વગર પાણી બંધ કરી દીધું. જેના કારણે જગતના તાત ખેડૂતો ચિંતિત બન્યા છે.

   આ બાબતે ખડુતોએ સાંસદ મનસુખ વસાવા ને રજુઆત કરી હતી ખેડૂતોની રજૂઆત સાંભળી સાંસદ મનસુખ વસાવાએ જિલ્લા કલેકટરને પત્ર લખી રજુઆત કરી હતી અને રાજ્ય સરકારને પણ પાણી ચાલુ કરાવવાની રજુઆત કરશે એવી બાહેધરી આપવામાં આવી હતી.

     આ બાબતે આમદલા જીવનધારા ખેડૂત સિંચાઈ મંડળીના પ્રમુખ ઈશ્વરભાઈ તડવીએ જણાવ્યું હતું કે હાલ અમારે ખેતી માટે પાણીની જરૂર છે અને નર્મદા કેનાલમાં પાણી છોડાવવા બાબતે કેનાલ વિભાગમાં રજુઆત કરવા ગયા ત્યારે તેઓએ ઉપરથી સૂચના હોય કેનાલમાં પાણીનો ફ્લો ઓછો થયો હોવાથી પાણી બંધ કરવાં આવ્યું હોવાની વાત કરતા ખેડૂતોએ રજુઆત કરી અને ચીમકી પણ આપી છે કે અમને પાણી નહીં મળે તો ઉગ્ર આંદોલન કરીશું.

    એક સપ્તાહમાં તૈયાર પાક મરી જશે અને ઉત્પાદન નહીં મળે તો ખેતીમાં નુકશાન થશેઅને અમારે ભૂખે મળવાનો વારો આવશે. જો કેનાલમાં પાણી નહિ છોડે તો અમારે આત્મહત્યા કરવાના દિવશો આવશે. આ ઉપરાંત તેઓએ કહ્યું કે જો સરકાર આ બાબતે કોઈ ઝડપતી નિર્ણય ન લે તો આમરણ ઉપવાસ કરી ગાંધીચિંધ્યા માર્ગે પાણી છોડાવવા માટે આંદોલનના રસ્તે જવું પડશે. હવે જોવાનું એ રહ્યું કે નર્મદા કેનાલ વિભાગ ખેડૂતોને પાણી આપશે?