આપણા દેશના વર્તમાન ગૃહમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનો આજે જન્મ દિવસ છે. આ અવસર પર તેમને દેશના દિગ્ગજ નેતા અને ભારતીય જનતા પાર્ટીના કેટલાંક મોટા નેતાઓએ અમિત શાહને શુભેચ્છા પાઠવી છે. PM નરેન્દ્ર મોદીએ પણ અમિત શાહને જન્મદિવસના અભિનંદન આપ્યા છે.

     PM નરેન્દ્ર મોદીએ લખ્યું કે આપણું રાષ્ટ્ર સમર્પણ અને ઉત્કૃષ્ટતા જોઇ રહ્યું છે કે જેમની સાથે તેઓ ભારતની પ્રગતિમાં યોગદાન આપી રહ્યાં છે. ભાજપાને મજબૂત બનાવાના તેમના પ્રયાસ ઉલ્લેખનીય છે. ભગવાન તેમને ભારતની સેવામાં લાંબા અને સ્વસ્થ જીવનના આશીર્વાદ આપે.

      ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથથી લઇને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સહિત અન્ય નેતાઓએ ગૃહમંત્રી અમિત શાહેને ટ્વિટરના માધ્યમથી જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લખ્યું કે જનપ્રિય રાજનેતા, અદ્દભુત સંગઠનકર્તા, કુશળ રણનીતિકાર, રાષ્ટ્રની આંતરિક સુરક્ષાને અભેદ્ય બનાવનાર ગૃહમંત્રી આદરણીય અમિત શાહને જન્મદિવસની હાર્દિક શુભેચ્છા. હું પ્રભુ શ્રી રામને તમારા ઉત્તમ સ્વાસ્થ તેમજ સુદીર્ઘ જીવન માટે પ્રાર્થના કરુ છું.

    રેલવે મંત્રી પીયૂષ ગોયલે પણ ટ્વિટ કરી અમિત શાહને શુભેચ્છા પાઠવી. પીયૂષ ગોયલે લખ્યું કે અથક પરિશ્રમથી દેશની સુરક્ષા સુનિશ્ચિત કરી રહેલા અમિત શાહજી ને જન્મદિવસનુ શુભકામના. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પણ ટ્વિટ કરી ગૃહમંત્રી અમિત શાહને શુભેચ્છા પાઠવી. તેમણે લખ્યું કે દેશના ગૃહમંત્રી અને કેબિનેટમાં મારા સાથી અમિત શાહને જન્મદિવસની હાર્દિક શુભકામના.

    કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનો જન્મ 22 ઓક્ટોબર 1964માં થયો હતો. હાલના રાજકીય સમયમાં અમિત શાહને ચાણકય કહેવામાં આવે છે. 2014 અને 2019ના લોકસભા ચૂંટણી સિવાય કેટલાંક રાજ્યોમાં થયેલ વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને જીત માટે અમિત શાહને શ્રેય આપવામાં આવે છે. 2019ની લોકસભા ચૂંટણી પછી અમિત શાહનો રાષ્ટ્રીય રાજનીતિમાં પ્રવેશ થયો અને સાંસદ બન્યા બાદ ગૃહમંત્રીનું પદ સંભાળ્યું. ગૃહમંત્રીનું પદ સંભાળ્યા પછી અત્યાર સુધીમાં કલમ 370ને હટાવી, નાગરિકાત સંશોધન એક્ટ અને UAPA જેવા કઠોર નિર્ણયો લીધા.