ગુજરાત બોર્ડએ કોરોના કાળમાં છ મહિનાથી સ્કૂલ નહીં જોનાર વિદ્યાર્થીઓને 29 ઓક્ટોબરથી દિવાળી વેકેશન આપ્યું છે, જેના પગલે વિદ્યાર્થીઓને 21 દિવસ સુધી ઓનલાઇન શિક્ષણથી રાહત મળશે. નવસારી શહેર-જિલ્લાના સવા લાખ વિદ્યાર્થીઓ કોરોનાના ઓછાયા હેઠળ દિવાળી વેકેશન માણવાની તક મળશે.

     રાજ્યમાં માર્ચ મહીનામાં લોકડાઉન લાગુ કરાયું હતું. કોરોનાના પગલે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયું હતું. જૂન-જુલાઈમાં સ્કૂલો ખોલવામાં આવી હતી પરંતુ ઓનલાઇન માધ્યમથી વિદ્યાર્થીઓને શિક્ષણ અપાઈ રહ્યું છે. દિવાળી પછી ધોરણ 10 થી 12 ના વિદ્યાર્થીઓ માટે સરકાર શાળા ચાલુ કરવાનું વિચારી રહી છે. મંગળવારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા દિવાળી વેકેશનની જાહેરાત કરવામાં આવી હતી.

     બોર્ડે દ્વારા જણાવવામાં આવ્યું કે, વોકેશનલ સ્ટાફ માટે દિવાળી વેકેશનનો સમય સ્પષ્ટ કરવો જરૂરી હોવાથી દિવાળી વેકેશન 29 ઓક્ટોબરથી 18 નવેમ્બર સુધી 21 દિવસનું નિયત કરાયું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા ધરાવતી તમામ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં પરીક્ષા હવે પછી જે સુચના અપાશે તે પ્રમાણે ગોઠવવામાં આવશે.

    નવસારી જીલ્લામાં ઓનલાઈન ભણતા 1.25 લાખથી વધુ વિદ્યાર્થીઓને 21 દિવસનું વેકેશન કોરોના મહામારીને કારણે શિક્ષણ કાર્ય વર્ગખંડને બદલે વિદ્યાર્થીઓના ઘર પૂરતું સીમિત થયું અને એક સત્ર ઓનલાઈન ભણ્યા બાદ વિદ્યાર્થીઓએ ઓનલાઈન પરીક્ષા આપી રહ્યા છે ત્યારે હવે સરકારે દિવાળી વેકેશનની જાહેરાત કરી છે. 29મી ઓકટોબરથી 18 દિવસનું દિવાળી વેકેશનની જાહેરાત કરાઈ પરંતુ હાલ કોરોનાના કારણે સવા લાખથી વધુ વિદ્યાર્થીઓ પોતાના ઘરે જ વેકેશન મનાવશે એવું અનુમાન લગાવાઈ રહ્યું છે.

      પ્રાથમિક શાળાના બાળકોના વાલીઓનું કહેવું છે કે વર્તમાનમાં ઓનલાઈન અભ્યાસમાં બાળકો અભ્યાસ અર્થે મોબાઈલ લેતા હોય છે પણ થોડું લેશન કરીને ગેમમાં વધુ રસ લે છે. જો વેકેશન પડશે અને બહારગામ જવાનું ન હોય છોકરાઓ વાલીઓને પરેશાન કરશે પણ તેમને ઓનલાઈન શિક્ષણથી થોડો સમય છૂટકારો મળશે. ગુજરાત બોર્ડના આ નિર્ણયની હાલમાં તો વિદ્યાર્થીઓમાં અને વાલીઓમાં સરાહના થતી જોવા મળી રહી છે વધુ આવનારા સમય પર છોડી દઈએ.