ખેરગામના પોમાપાળ ખાતે શશિકાંત પટેલના ઘરે ખેરગામ પંથકના લોકો માટે રોબિનહુડ આર્મી દ્વારા ખેરગામના અગ્રગણ્ય તબીબો સાથે મળીને ૧૦૦-૧૨૫ દર્દીઓને મફત નિદાન અને સારવાર આપવામાં આવી.
આ કાર્યક્રમમાં રોબિનહુડ આર્મીની ટીમના સ્વયંસેવક ચાંદની જોશી, ડૉ.નિરવ પટેલ, ડૉ. દિવ્યાંગી પટેલ, ડૉ. નિરવ રામુભાઇ પટેલ, ડૉ. રાકેશભાઇ પટેલ, ડૉ. મોહનભાઇ પટેલ, ડૉ. નિતિનભાઇ પટેલ, ડૉ. અમિતભાઇ પટેલ (જામનપાડા સરપંચ), ડૉ. સંજયભાઇ પટેલ, ડૉ. કુંજનભાઈ પટેલ, પ્રોફેસર નિરલભાઇ પટેલ, મુસ્તાનશિર વ્હોરા, જ્યેશભાઇ પટેલ, વિભાબેન પટેલ, હેમંતભાઇ પટેલ, કિર્તીંભાઇ પટેલ સહિતના સામાજિક આગેવાનોએ ઉપસ્થિત રહીને યુવાઓનો ઉત્સાહ વધારેલ હતો.
રુમલા સામુહિક આરોગ્ય કેન્દ્રના ડૉ. નિરવ રામુભાઇ પટેલે જણાવ્યું કે જન્મદિવસ નિમિતે યુવાનો દ્વારા ઉજવણી પાછળ વપરાતા અઢળક રુપિયાઓ જો સમાજસેવા અને દેશસેવામાં વપરાય તો આવી રીતે રાષ્ટ્ર માટે સુંદર પરિણામો મળી શકે એ ઉમદા આશયથી કરવામા આવેલ હતું.
આ કાર્યક્રમમાં રોબિનહુડ આર્મીની ટીમ દ્વારા કોઇપણ સામાજીક પ્રસંગોમા થતો ખોરાકનો બગાડ અટકાવવાની અપીલ કરી હતી. હાજર આગેવાનો દ્વારા જાણવવામાં આવ્યું કે આવનારા દિવસોમાં આપના વિસ્તારમા થનાર લગ્ન- મરણ જેવા પ્રસંગોમાં થતો ખોરાકના બગાડ રોકવા બાબતે લોકજાગૃતિ લાવી વધેલો ખોરાક બાબતે રોબિનહુડ આર્મીને સંપકૅ કરી ને સાથ આપી ભુખ્યાને અપાય તો કોઇપણ વ્યક્તિ ભુખ્યો નહિ ઉંઘે, એ માટે બધાએ સહિયારો પ્રયાસ કરવો પડશે.
ભવિષ્યમા આવી જ રીતે સતત ખેરગામ અને આસપાસના પંથકોમાં સમાજસેવા અને દેશસેવા માટેના વિવિધ અવનવા કાર્યો કરવા પર ભાર આપવામા હતો. વધેલુ ભોજનને ભુખ્યા સુધી પહોંચે એના માટે રોબિનહુડ આર્મીનો નિર્ણય ખરેખર સરાહનીય છે.