વર્તમાન સમયની કોરોના મહામારીમાં ઉબર દ્વારા ભારતમાં મૂશ્કેલીમાં સંપડાયેલા બાળકો સુધી પહોંચવા અને તેમને મદદરૂપ બનતા ચાઇલ્ડ કેર પ્રોફેશનલ ૩૦,૦૦૦ વિનામૂલ્યે રાઇડ્સ પ્રદાન કરવા માટે બાળકો માટેની એકમાત્ર રાષ્ટ્રીય ઇમર્જન્સી હેલ્પલાઇન સર્વિસ ચાઇલ્ડ લાઇન ૧૦૯૮નું સંચાલન કરતી મધ્યસ્થ એજન્સી ચાઇલ્ડ લાઇન ઇન્ડિયા ફાઉન્ડેશન, કેન્દ્રિય મહિલા અને બાળ વિકાસ મંત્રાલયનો સહયોગ પ્રાપ્ત, સાથે ભાગીદારી કરવાની જાહેરાત કરવામાં આવી છે.

      ઓક્ટોબરથી ડિસેમ્બર ૨૦૨૦ સુધી રૂપિયા ૬૩ લાખના મૂલ્યનો આ સહયોગ ઉબર કામગીરી ધરાવતા ભારતના ૮૩ શહેરોમાં પ્રદાન કરવામાં આવ્યો છે. તેમાં દિલ્હી, મુંબઇ, કોલકત્તા, બેંગાલુરુ અને ચેન્નઇમાં ચાઇલ્ડ લાઇન ૧૦૯૮ કર્મચારીઓને મોબિલિટી સપોર્ટ પણ સામેલ છે, જ્યાં CIF તેના કોન્ટેક્ટ સેન્ટર્સ ચલાવે છે.

      ઉબરના ઇન્ડિયા અને સાઉથ એશિયાના પ્રેસિડેન્ટ પ્રભજીત સિંઘે જણાવ્યું હતું કે, “અમે ચાઇલ્ડ લાઇન ૧૦૯૮ સાથે ભાગીદારી કરતાં ઉત્સાહિત છીએ. આ ફોન નંબર સમગ્ર ભારતમાં લાખો બાળકો માટે આશાનું કિરણ છે. ભારતના યુવા નાગરિકો માટે ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરવાની દિશામાં કામ કરે છે. ઉબર હાલમાં કોવિડ-૧૯ મહામારીથી અસરગ્રસ્ત દેશના સૌથી સંવેદનશીલ નાગરિકોને સહયોગ કરવા માટે અમે કટીબદ્ધ બન્યું છે. ચાઇલ્ડ લાઇન ૧૦૯૮ સાથેનું અમારું જોડાણ પોતાનો બચાવ અથવા પોતાની જાતને મદદ કરવા અસમર્થ હોય તેમના જીવનમાં પરિવર્તન લાવવાની તક પ્રદાન કરે છે.”

     ચાઇલ્ડ લાઇન ઇન્ડિયા ફાઉન્ડેશનના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડો. અંજાઇ પંડિરિએ જણાવ્યું હતું કે, “દેશભરમાં ચાઇલ્ડ લાઇન કોન્ટેક્ટ સેન્ટર્સ ખાતે પ્રથમ પ્રતિસાદ કર્તાઓ, જિલ્લા અને રેલવે સ્ટેશન્સ ઉપર ચાઇલ્ડ લાઇન યુનિટ્સ અને ચાઇલ્ડ લાઇન પ્રોગ્રામ ટીમને સુરક્ષિત ટ્રાન્સપોર્ટેશન વિકલ્પો પ્રદાન કરવામાં સહયોગ કરવા બદલ અમે ઉબર ભારતના આભારી છીએ. બાળકોને સુરક્ષિત રાખવામાં અમારા મીશનમાં સહયોગ કરતાં ઉબર જેવાં કોર્પોરેટ પાર્ટનરની અમે પ્રશંસા કરીએ છીએ.”

    હાલના મહામારીના ફેલાવાથી ઉબરે સ્થાનિક વહીવટીતંત્ર, નાગરિક સમાજ સંસ્થાઓ, રાજ્ય સરકારો અને મુખ્યમંત્રી કાર્યાલયોને સહયોગ કરવા સંખ્યાબંધ પહેલ કરી છે. તેના ભાગરૂપે તાજેતરમાં ઉબરે વંચિત વૃદ્ધોને રાઇડ્સ પ્રદાન કરવા હેલ્પ એજ ઇન્ડિયા અને નાગરિ સમાજ દ્વારા સૌથી મોટા ફુડ રિલિફ પ્રયાસો પૈકીના એક રોબિન હુડ આર્મી સાથે ભાગીદારી કરી છે. તેણે નેશનલ હેલ્થ ઓથોરિટી તથા વિવિધ શહેર અને રાજ્ય સરકારોને હજારો ફ્રન્ટલાઇન હેલ્થકેર વર્કર્સ અને સ્વયંસેવકોના પરિવહન માટે ૨૮૦,૦૦૦ થી વધુ વિનામૂલ્યે રાઇડ્સ પ્રદાન કરી છે. આ વિનામૂલ્યે રાઇડ્સ હેલ્થકેર વર્કર્સ, સિનિયર્સ અને જરૂરિયાતમંદ લોકોને ૧૦ મિલિયન ફ્રી રાઇડ્સ અને ફુડ ડિલિવરી દાન કરવાની ઉબરની વૈશ્વિક કટીબદ્ધતાનો હિસ્સો છે.ઉબરનો આ નિર્ણય ખરેખર ચાઈલ્ડ સમાજ માટે લાભદાયી નીવડશે.