નોવા આઇવીએફ ફર્ટિલિટીએ પ્રેસ કોન્ફરન્સ દ્વારા ૬ વર્ષના બાળકની સફળ સારવારની જાણકારી આપી છે, જેને ભારતના પ્રથમ સેવિયર સિબલિંગ દ્વારા બચાવવામાં આવ્યો છે. HLAએ-મેચ માટે IVF દ્વારા બેબી કાવ્યાનો જન્મ થયો હતો, જે થેલેસેમિયા મેજરથી પીડાતા તેના ભાઇના બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ માટે યોગ્ય હતો. PGT-M તરીકે ઓળખાતી આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ થેરાપી સાથે HLA મેચિંગ બેબી કાવ્યાનો જન્મ તેના ભાઇને બચાવવા થયો હતો.
શ્રી સહદેવ સિંહ સોલંકી અને શ્રીમતી અલ્પા સોલંકીના બીજા પુત્ર અભિજિતને થેલેસેમિયા મેજર હોવાનું નિદાન થયું હતું અને તે માસિક બ્લડ ટ્રાન્સફ્યુઝન ઉપર નિર્ભર હતો. સોલંકી દંપત્તિને તેમના બાળકની સારવારના અંતિમ ઉપાય તરીકે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટની સલાહ આપવામાં આવી હતી. જોકે, હ્યુમન લ્યુકોસાઇટ એન્ટિજેન માટે જરૂરી મેચ શોધવાની અસમર્થતાને કારણે પરિવાર લાચાર બન્યો હતો. પોતાના બાળકને બચાવવા તેમણે દેશભરના ડોક્ટર્સની સલાહ લીધી હતી. શ્રીમાન સોલંકીએ સારવારના વિકલ્પો માટે પોતે સંશોધન કર્યું અને તેમને સેવિયર સિબલિંગ શબ્દ અંગે જાણકારી મળી. આનાથી તેમને આશા મળી અને પોતાના બાળકને બચાવવા નવીન ક્લિનિકલ અભિગમને અમલમાં મૂકવા તેઓ અમદાવાદમાં નોવા IVF ફર્ટિલિટીના મેડિકલ ડાયરેક્ટર ડો. મનિષ બેન્કરને મળ્યાં.
ડૉ. મનિષ બેન્કરે જણાવ્યું હતું કે, “અમે એઆરટીના મેડિકલ વિશિષ્ટતાઓ દ્વારા પ્રથમવાર સેવિયર સિબલિંગની રચના કરીને ભારતના ઇતિહાસમાં રિપ્રોડક્ટિવ ઇતિહાસનો હિસ્સો બનવા અંગે અત્યંત ઉત્સાહિત છીએ. અભિજિતના કેસમાં ટ્રાન્સપ્લાન્ટ માટે મેચ્ડ હ્યુમન લ્યુકોસાઇટ એન્ટિજેન દાતાની ઉપલબ્ધતા ન હોવાનું જોતાં અમે પ્રી-જિનેટિક ડાયગ્નોસિસ એન્ડ સ્ક્રિનિંગ ટેસ્ટ સાથે મેચિંગ ધરાવતા HLA સાથે IVF કરવાનો નિર્ણય કર્યો. HLA માટેની આ પ્રક્રિયા બાળકને જન્મ આપવાની સ્થાપિત પદ્ધતિ છે, જે ગંભીર બિમારી ધરાવતા સિબલિંગને બચાવવા માટે ટ્રાન્સપ્લાન્ટેશન કોર્ડ બ્લડ અથવા હેમાટોપોએટિક સ્ટેમ સેલ્સ દાન કરી શકે. HLAએ આઇડેન્ટિકલ ડોનર પાસેથી બોન મેરા ટ્રાન્સપ્લાન્ટેશન થેલેસેમિયા મેજર દર્દીઓ માટે ઉત્તમ થેરાપ્યુટિક વિકલ્પ છે.” ભારતીય આઇવીએફના ઇતિહાસમાં આ પ્રથમ કિસ્સો હોવાનું જોતાં અમે તેને પડકાર તરીકે સ્વિકાર્યો અને ભાઇને બચાવવા માટે તંદુર્સત સેવિયર સિબલિંગ તૈયાર કર્યું.”
ડૉ.બેન્કરના નેતૃત્વ હેઠળ નોવા IVF ખાતે મેડિકલ નિષ્ણાંતોએ અમદાવાદ સેન્ટરમાં પ્રથમવાર આ પ્રકારની સારવાર કરી, જ્યાં માતાના ૧૮ એમ્બ્રિયોની બાયોપ્સી કરાઇ અને તેમાંથી માત્ર એક એમ્બ્રિયો મેચિંગ એચએલએ મળ્યું, જે પ્રીઇમ્પ્લાન્ટેશન જિનેટિક ટેસ્ટિંગ ફોર મોનોજેનિક ડિસિસિ ઉપર સામાન્ય હતું અને તેથી તેને તેની પ્રથમ સાઇકલમાં સફળતાપૂર્વક ટ્રાન્સફર કરાયું. તે સફળ ગર્ભાવસ્થામાં પરિણમ્યું અને સિબલિંગ સાથે ૧૦/૧૦ HLA મેચ ધરાવતી તંદુરસ્ત બેબી ગર્લનો જન્મ થયો. માર્ચ ૨૦૨૦માં પરફેક્ટ HLAમેચ સાથે સિમ્સ હોસ્પિટલમાં અસરગ્રસ્ત બાળક ઉપર સફળતાપૂર્વક બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું. હવે આ બાળક તંદુરસ્ત અને જોખમ-મુક્ત છે.
આ સફળતા અંગે પ્રતિક્રિયા આપતાં શ્રી સહદેવ સોલંકીએ જણાવ્યું હતું કે, “અમે દેશભરમાં ઘણાં ડોક્ટર્સની સલાહ લીધી હતી, પરંતુ જ્યારે કોઇપણ ડોક્ટરે સફળ ટ્રાન્સપ્લાન્ટેશનની ખાતરી ન આપી ત્યારે મારા બાળકને બચાવવા માટે કંઇ પણ કરવાનો મેં નિર્ણય કર્યો. જેનું પરિણામ પણ શુભ મળ્યું.