વર્તમાન સમયમાં યોજાનારી ૧૮૧ બેઠકની કપરાડા વિધાનસભાની પેટા ચુંટણીમાં ભારતીય જનતા યુવા મોર્ચા પ્રદેશના ઉપાધ્યક્ષ સનમ પટેલની આગેવાનીમાં ભાજપ પક્ષના વિવિધ હોદેદારો કપરાડા બેઠક પર જીત મેળવવા માટેની જવાબદારી સ્વીકારી પક્ષ માટે જોરશોરથી પ્રચાર પ્રસારમાં જોડાયા.

      આ ચુંટણીમાં કપરાડા બેઠક પર જીત મેળવવા માટેના વલસાડ યુવા મોર્ચા પ્રમુખ ચેતન ભંડારી, મહામંત્રી આનંદ પટેલ રમતગમત સેલના સંયોજક જીતેશ પટેલ, કારોબારી સભ્ય શિલ્પેશ દેસાઈ, સિદ્ધાર્થ વારડે, IT સેલ કન્વીનર સ્નેહીલ દેસાઈ, પારડી યુવા મોરચા પ્રમુખ અંકિત પટેલ, ઉપ પ્રમુખ અને સામાજિક કાર્યકર મયંક પટેલ સહીત વલસાડ જિલ્લાના તમામ યુવા મોરચાના હોદ્દેદારો વિવિધ વિસ્તારમાં ચૂંટણી પ્રચાર સફળતાના શિખરને સર કરવા નીકળ્યા છે.

      યુવા મોર્ચા પ્રદેશ ઉપાધ્યક્ષ સનમ પટેલ જણાવે છે કે તમામ યુવા મોરચા કાર્યકરો પોતાના પક્ષ દ્વારા કરવામાં આવેલા કાર્યો અને કપરાડા વિસ્તારમાં અમલમાં મુકેલી યોજનાઓ અને આવનારા સમયમાં હાથ ધરવામાં આવનાર કામો વિષેની લોક સમૂહ વચ્ચે જઈને માહિતી આપી રહ્યા છે.અને લોકો તરફથી અમને ખુબ જ હકારાત્મક પ્રતિસાદ  મળી રહ્યો છે જે અમારા માટે વિજયનો માર્ગ મોકળો બનાવશે તેની અમને પૂરેપૂરી ખાતરી છે.

      પક્ષના સંગઠનની સાથે સાથે યુવા મોરચાના યુવા કાર્યકરો પણ ખડે પગે ઉભા રહીને પોતાની કામગીરી નિભાવવામાં વ્યસ્ત બન્યા છે ત્યારે પારડી યુવા મોરચા પ્રમુખ અંકિત પટેલ જણાવે છે કે કપરાડાની પેટા ચુંટણીમાં ભાજપ પક્ષની સફળતા નિશ્ચિત મનાઈ રહી છે. યુવા મોર્ચા દ્વારા કરવામાં આવી રહેલા પ્રચાર પ્રસાર સામે કપરાડા બેઠક પરનો વિપક્ષનો પ્રચાર-પ્રસાર સાવ ફિક્કો જણાય રહ્યો છે. ભાજપ યુવા મોરચાના ઉપ પ્રમુખ મયંક પટેલ દ્વારા જણાવવામાં આવ્યું કે કપરાડાની બેઠક પર વર્ષોથી વિપક્ષની સત્તા હતી પણ હવે બદલાવનો સમય આવી ગયો છે. યુવાઓનો ઉત્સાહ ભાજપના વિજય કેસરિયામાં રંગાશે, વિશ્વાસ અને વિકાસનું પ્રતિક એવું કમળ જ ચૂંટાશે લોકો ભાજપ પક્ષને જીત આપવા માટે કટિબદ્ધ બન્યા છે આ વખતે લોકોનો નિર્ણય ભાજપ પક્ષને વિજયી બનવાનો જ છે અને આનો અંદાજો લોકોનું મુડ જોતા લાગે છે.