ભારતમાં ઘણાં વર્ષો પૂર્વે સ્વાશ્રયી મહિલા સેવા સંઘ (સેવા) ના સ્થાપક અને “સાલ ૨૦૧૨માં જુન મહિનામાં યુ. એસ.ના સેક્રેટરી ઑફ સ્ટેટ હીલેરી ક્લિંટને જેમને પોતાના આદર્શ ગણાવી સ્ટેટમેન્ટ આપ્યું કે “વિશ્વમાં ઘણાં વીરો અને વીરાંગનાઓ છે અને  તેમાંના તેઓ એક છે તમે બિલકુલ સાચું સમજ્યા હું વાત કરી રહ્યો છે ઇલાબેન ભટ્ટની આજે ૭ સપ્ટેમ્બર એટલે એમનો જન્મદિવસ આ અવસરે ચાલો જાણીએ એમની જાણીતી અને અજાણી વાતો…..  

      ઈલા રમેશ ભટ્ટ જન્મ ૭ સપ્ટેમ્બર ૧૯૩૩ માં અમદાવાદમાં થયો. તેમના પિતા સુમંતરાય ભટ્ટ સફળ વકીલ હતા અને તેમની માતા વનલીલા વ્યાસ સ્ત્રીઓની ચળવળમાં સક્રિય હતા. અને તેઓ કમલાદેવી ચટ્ટોપાધ્યાય દ્વારા સંસ્થાપિત ઓલ ઈંડિયા વુમન્સ કોન્ફરેન્સના સેક્રેટરી હતા. તેઓ ત્રણ પુત્રીમાં બીજા ક્રમે હતા. તેમનું બાળપણ સુરતમાં વીત્યું. અહીં ૧૯૪૦ થી ૧૯૪૮ દરમ્યાન તેમણે સાર્વજનિક ગર્લ્સ હાઈસ્કુલમાં અભ્યાસ કર્યો. ૧૯૫૨માં તેમણે દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીમાં  સંલગ્ન એમ. ટી. બી. કૉલેજમાંથી અંગ્રેજી વિષયમાં બી. એ. ની પદવી મેળવી. સ્નાતક થયા બાદ તેમણે અમદાવાદની સર એલ. એ. શાહ લૉ કોલેજમાં પ્રવેશ મેળવ્યો. ૧૯૫૪માં હિંદુ કાયદા પર તેમના કાર્ય માટે સુવર્ણ ચંદ્રક સાથે તેમણે કાયદામાં સ્નાતકની પદવી મેળવી.

     

     તેમણે તેમની કારકીર્દીની શરૂઆતમાં મુંબઈની એસ. એન. ડી. ટી. વુમન્સ યુનિવર્સીટીમાં અંગ્રેજી શીખવવાથી કરી. ૧૯૫૫માં તેઓ અમદાવાદની મિલ મજુર સંઘમાં જોડાયા. ૧૯૫૬માં તેમના લગ્ન રમેશ ભટ્ટ સાથે થયા. ગુજરાત સરકારમાં થોડાક વર્ષ કાર્ય કર્યા બાદ તેમને મજુરસંઘની મહિલા પાંખના વડા બનવાનું કહેવામાં આવ્યું. ૧૯૭૧માં તેમણે ઈઝરાઈલના તેલ અવીવની આફ્રો એશિયન ઇન્સ્ટીટ્યૂટ ઑફ લેબર કો-ઓપરેટેવ્સમાં ત્રણ મહિના અભ્યાસ કરી મજૂર અને સહકારી મંડળનો આંતરરાષ્ટ્રીય ડિપ્લોમા મેળવ્યો. મજુર પરિવારોની આવકમાં વધારો કરવા ઘણી સ્ત્રીઓ કાપડ ઉદ્યોગને લાગતી મજૂરી કરતી, પરંતુ રાજકીય કાયદાનું સંરક્ષણ માત્ર કારખાનામાં કામ કરતા મજૂરોને ન મળતું, આ વિચારોની તેમના પર અસર પડી. આથી આવી, કારખાના બહાર સ્વાશ્રયે જાતમજૂરી કરતી મહિલાઓને તેમણે મજુર સંઘની મહિલા પાંખના હેઠળ સંગઠિત કરી. તેમાં તેમને મજુરસંઘના પ્રમુખ અરવિંદ બુચની સહાય મળી. ૧૯૭૨માં તેમણે સ્વાશ્રયી મહિલા સેવા સંઘ (સેલ્ફ-એમ્પ્લૉય્ડ વુમન્સ એસોશિએશન – SEWA – સેવા) અને ૧૯૭૨થી ૧૯૯૬ સુધી તેના જનરલ સેક્રેટરી પદે રહ્યા. કાયદાના સ્નાતક હતા અને આંતરરાષ્ટ્રીય મજૂર (international labour), સ્ત્રીઓને લાગતા વિષયો, લઘુ ધિરાણ (micro-finance ) અને સહકારી મંડળ (cooperative,) સંલગ્ન ચળવળો સાથે જોડાયા હતા. તેમને રેમન મેગ્સેસે ઍવોર્ડ (૧૯૭૭), રાઈટ લાઈવલીહુડ પુરસ્કાર અને પદ્મભૂષણ (૧૯૮૬) જેવા પુરસ્કારો મળ્યા.

      વિશ્વના અમુક કપરા પ્રશ્નોને હલ કરવા પોતના જ્ઞાન તથા અનુભવનો લાભ વિશ્વને મળે એવા આશયથી ૧૮ જુલાઈ ૨૦૦૭ના દિવસે નેલ્સન મંડેલા, વાર્કા માકેલ અને ડેસમન્ડ ટુટુએ એક સભા ગોઠવી. નેલ્સન મેન્ડેલાએ તેને નવું જૂથ તરીકે સ્થાપવાની ઘોષણા કરી જે ધ એલ્ડર્સ તરીકે ઓળખાઈ. આ સંસ્થા સ્ત્રી સમાનતા અને બાળવિવાહ અંગે જાગૃતિ ફેલાવવાનું કાર્ય કરે છે જેમાં ઈલા ભટ્ટ ભાગ ભજવતા હતા. ૨૦૧૨ના ફેબ્રુઆરી માસમાં તેમણે ધ એલ્ડર્સના સભ્યો ડેસમન્ડ ટુટુ, ગ્રોહાર્લેમ બ્રુટાલેન્ડ અને મેરી રોબીન્સન સાથે બિહારનો પ્રવાસ કર્યો. અહીં તેમણે જાગૃતિ નામની બાળવિવાહને લગતી કાર્ય કરતી સંસ્થાની સમીક્ષા કરી. તેમણે ઑગસ્ટ ૨૦૦૯ અને ઑક્ટોબર ૨૦૧૦માં એલ્ડર્સના પ્રતિનિધિમંડળ સાથે મધ્યપૂર્વી દેશોની મુલાકાત લીધી.

   

      ૧૯૭૯માં સ્થપાયેલી સંસ્થા વુમન્સ વર્લ્ડ બેંકીંગ (સ્ત્રીઓની વૈશ્વીક બેંક)ના તેઓ એસ્થર ઓક્લૂ અએમીશેલા વોલ્શ સાથે સ્થાપક સભ્ય હતા. ૧૯૮૦થી ૧૯૯૮ સુધી તેના પ્રમુખ રહ્યા. સેવા કો-ઑપરેટીવ બેંક, લારીવાળાઓના આંતર્રાષ્ટ્રીય સંગઠન-હોમનેટના તેઓ પ્રમુખ હતા. હાલમાં તેઓ WIEGO (Women in Informal Employment: Globalizing and Organizing – વુમેન ઈન ઇન્ફોર્મલ એમ્પ્લોયમેંટ : ગ્લોબલાઈઝીંગ એન્ડ ઑર્ગેનાઈઝીંગ)ના બોર્ડ ઑફ ડાયરેક્ટર છે. તેઓ રોકેફેલર ફાઉન્ડેશનના ટ્રસ્ટી પણ છે.

     જૂન ૨૦૦૧માં તેમન હાવર્ડ યુનિવર્સીટી દ્વારા માનવતા માટેની ડોક્ટરેટની પદવી આપવામાં આવી. આ જ પદવી તેમને ૨૦૧૨માં જ્યોર્જટાઉન યુનિવર્સીટી દ્વારા અપાઈ. યુનિવર્સીટી લીબ્રે દી બ્રક્સેલ્સે – બેલ્જીયમએ તેમને પણ ડોક્ટરેટની પદવી આપી. તેઓ યેલ અને નાતાલ યુનિવર્સીટીની ડોક્ટરેટની પદવીઓ ધરાવે છે. ૧૯૮૫માં તેમને ભારત સરકારે પદ્મશ્રી એનાયત કર્યો અને ૧૯૮૬માં તેમને પદ્મભૂષણ સન્માનિત કરવામાં આવ્યા. ૧૯૭૭માં સમુદાય નેતૃત્વ માટે તેમને રેમોન મેગ્સેસે પુરસ્કાર મળ્યો અને ૧૯૮૪માં રાઈટ લાઈવલીહુડ એવૉર્ડ પણ મળ્યો. ભારતમાં ગરીબ સ્ત્રીઓના સશક્તિકરણ માટે તેમને ઈ.સ. ૨૦૧૦માં નીવાનો શાંતિ પુરસ્કાર મળ્યો. નવેમ્બર ૨૦૧૦માં યુ. એસ.ના સેક્રેટરી ઑફ સ્ટેટ હિલેરી ક્લિન્ટન દ્વારા, ૧૦ લાખ જેટલી ગરીબ ભારતીય મહિલાઓના જીવનસ્તરને સુધારવા અને સ્વાતંત્ર્ય લાવવા બદલ તેમને ગ્લોબલ ફેરનેસ ઍવોર્ડ આપવામાં આવ્યો. સમાજની સ્ત્રીઓના ઉત્થાન માટે તેમણે કરેલા કાર્યો બદલ તેમને ૨૭ મે ૨૦૧૧ના દિવસે (રેડ ક્લિફ ડે) પ્રતિષ્ઠિત રેડક્લિફ પદક આપવામાં આવ્યું. સ્ત્રીઓના સશક્તિકરણ અને સ્વાઅત્રંત્ય માટે તેમણે જીવનભર કરેલા કાર્યો બદલ તેમને ૨૦૧૧માં ઈંદિરા ગાંધી શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો.

 

     તેમણે અંગ્રેજીમાં  પુસ્તકો લખ્યા છે જે ગુજરાતી, ઉર્દુ , હિન્દીમાં અનુવાદિત થયેલ છે, હાલમાં તે તમિળ અને ફ્રેંચમાં ભાષામાં પણ અનુવાદ થયો છે. ભટ્ટ, ઈ. આર. (૨૦૦૬). વી આર પુઅર બટ સો મેની : ધ સ્ટ્રોરી ઑફ સ્લેફ-એમ્પ્લોય્ડ વુમન ઈન ઈંડિયા, ઓક્સફોર્ડ, ઓક્સફોર્ડ યુનિવર્સિટી પ્રેસ ભટ્ટ, ઈ. આર. (૨૦૦૬). અનુબંધ :બિલ્ડીંગ  ઓફ હન્ડ્રેડ માઈલ કોમ્યુનીટીસ અમદાવાદ, નવજીવન પબ્લીશીંગ હાઉસ દ્વારા છાપવામાં આવી છે.

     વર્તમાન સમયમાં ઇલાબેન ભટ્ટ સહકારી ચળવળના માર્ગદર્શક, સામાજિક કાર્યકર, ગાંધીવાદી વિચારધારા સાથે ચાલતી ગૂજરાત વિદ્યાપીઠમાં કુલપતિ તરીકેની ફરજ બજાવી રહ્યા છે તેઓ હાલમાં અમદાવાદમાં તેમના પરિવાર સાથે રહે છે.