ઘણી વાર આપણા મનમાં વિચાર આવે છે કે આપણે કશું પ્રિન્ટ કરીએ એમાં કોઈ કપ પર સુંદર ડિઝાઈન દોરવી, લાકડાં પર આપણું નામ લખવું, આપણી ટીશર્ટ, બેગ વગેરે પર તમે પ્રિન્ટ કરવી પણ યોગ્ય પ્રિન્ટર ન હોવાના કારણે આપણે આવું કરવામાં સફળ થતાં નહિ અને ઈચ્છા અધુરી રહી જતી પરંતુ હવે તમે નવું શોધાયેલ સેલપિક એસ ૧ હેન્ડી પ્રિન્ટરની મદદથી સરળતાથી ઘરે બેઠાં જ પ્રિન્ટ કરી શકશો હવે આપણા વિચાર ને આપણે ચિતાર આપી શકીશું.

   હવે હેન્ડી પ્રિન્ટર તમે આ પ્રિન્ટરને પોર્ટેબલ કે પોકેટ પ્રિન્ટર પણ કહી શકો છો. આ પ્રિન્ટર સામાન્ય પ્રિન્ટરની જેમ જ કામ કરે છે. આ પ્રિન્ટરને તમારે હાથમાં પકડીને સરફેસ પર પ્રિન્ટ કરવાની રહેશે. હેન્ડી પ્રિન્ટરનાં કલર વેરિઅન્ટ અને કિંમત મોડેલમાં જોઈએ તો બ્લેક પ્રિન્ટરની ૨૧૭૨૮ રૂપિયા બજાર ભાવ છે અને ઓફર પ્રાઇસ ૧૪૯૮૫ છે, વ્હાઈટ પ્રિન્ટરનો બજાર ભાવ ૨૧૭૨૮ રૂપિયા તથા ઓફર પ્રાઇસ ૧૪૯૮૫ છે અને ઓરેન્જ પ્રિન્ટર ૨૧૭૨૮ બજાર ભાવ છે જયારે ઓફરમાં ૧૪૯૮૫ રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે

 

     આ પ્રિન્ટરમાં એક નાની કાર્ટેજ અટેચ હોય છે, જે રેડ, બ્લેક અને બ્લૂ કલરની હોઈ શકે છે. મોટા ભાગે લોકો બ્લેક કાર્ટેજનો ઉપયોગ કરે છે. પ્રિન્ટરની અંદર ૧૨૦૦ એમએએચની રિચાર્જેબલ બેટરી હોય છે. ફુલ ચાર્જમાં તે ૬ કલાક કામ કરે છે. આ પ્રિન્ટરનો ઉપયોગ Selpic handy printer એપની મદદથી કરી શકાય છે. એપ ફોનમાં ઈન્સ્ટોલ્ડ કર્યાં બાદ બ્લુટૂથથી તેને કનેક્ટ કરી શકાય છે. સ્માર્ટફોનથી કમાન્ડ આપીને પ્રિન્ટ કરી શકાય છે. આમ આ પ્રિન્ટર દ્વારા સરળતાથી પ્રિન્ટ કરી શકાય છે

 

    સામાન્ય રીતે આ પ્રિન્ટર સાથે અટેચ એક કાર્ટેજમાં ૪૦ એમ એલ ઈન્ક હોય છે. કંપનીના જણાવ્યા પ્રમાણે ૫ ટકા ઈન્ક કવરેજ પ્રમાણે એ ૪ સાઈઝના ૯૦૦ પેજ પ્રિન્ટ કરી શકાશે. આ પ્રિન્ટરની ખાસિયત એ છે કે પ્રિન્ટિંગ સાથે તરત જ તેની ઈન્ક સૂકાઈ જાય છે. કંપનીનો દાવો છે કે ઈન્ક વૉટરપ્રૂફ છે. આ પ્રિન્ટરનાં ફીચર્સ વાત કરીએ તો પ્રિન્ટરને એપ એડવાન્સ ફીચર સપોર્ટ કરે છે. તમે તમારી ટેક્સ્ટને કોઈ પણ સ્ટાઈલ આપી શકો છો અને ઈમોજી પણ પ્રિન્ટ કરી શકાય છે. QR કોડ પણ તૈયાર કરી શકાય અને ફાઈનલ પ્રિન્ટિંગ પહેલાં એપમાં પ્રિવ્યૂ પણ જોઈ શકાય છે.

    આ પ્રિન્ટરની મદદથી હાલમાં ચાલી રહેલા બાળકોનો ઓનલાઈન અભ્યાસ સરળ થશે આ પ્રિન્ટરની મદદથી નોટ્સ તૈયાર કરવામાં મદદ મળી રહે છે અને ઓફિસની નોટ્સ પણ તૈયાર કરી શકાય છે. આ ઉપરાંત પ્રિન્ટરની ખાસ વાત એ છે તે પેપર, લેધર, કાપડ, વુડન અને એક્રેલિક સહિત તમામ સપાટી પર સપોર્ટ કરે છે.