વલસાડ : વલસાડ જિલ્લાના કપરાડા તાલુકા કક્ષાના 71મા વન મહોત્સવ ની ઉજવણી નો કાર્યક્રમ એન આર રાઉત સાર્વજનિક માધ્યમિક શાળા નાનાં પોન્ધા ખાતે વન અને આદિજાતિ વિકાસ વિભાગના રાજયકક્ષાના મંત્રી રમણલાલ પાટકરના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો

આ કાર્યક્રમની શરૂવાત મદદનીશ વન સંરક્ષક શ્રી વાય.એસ.ઝાલાએ સ્વાગત કરી અને કાર્યક્રમની રૂપરેખા બાંધી હતી  ત્યાર બાદ મંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્તે સ્કૂલના પટાંગણમાં વૃક્ષ રોપણ કરવાની સાથે કપરાડા તાલુકાના ગામોમાં વૃક્ષો વિતરણ માટેના વૃક્ષરથને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવાયુ હતું આ કાર્યક્રમમાં રાજ્યના વનમંત્રી શ્રી રમણલાલ પાટકરે પ્રમુખ પદ સ્વીકાર્યું હતું અને તેઓએ પોતાના વક્તવ્ય કહ્યું કે વનોનું મહત્વ સમજી કુદરતી સંપદાનું રક્ષણ કરવા અને તેની જાગૃત કેળવાઈ તેવા પ્રયાસો હાથ ધરીને, આપણે આપણી આવનાર ભવિષ્યની પેઢીને પ્રદુષણ મુક્ત વાતાવરણ મળી રહે એ જવાબદારી નિભાવવાની વાત કરી.

આ કાર્યક્રમમાં ધરમપુર ધારાસભ્ય શ્રી અરવિંદ ભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા તેમણે પોતાના પ્રવચનમાં જણાવ્યું કે લોકોને વૃક્ષોના વાવેતર માટે વન મહોત્સવ ની ઉજવણી કરવામાં આવે છે આદિવાસીઓનો જંગલો સાથે નાતો જુનો નાતો રહ્રયો છે તેઓનું જીવન જંગલો સાથે જોડાયેલું છે અને જંગલની પરીભાષા કદાચ મારા માટે આદિવાસીઓ જ સારી રીતે સમજી શકે છે આ સમારંભમાં A P M C પ્રમુખ શ્રી મુકેશભાઈ પટેલ, મામલતદાર સાહેબશ્રી, પૂર્વ ધારાસભ્ય શ્રી માધુભાઈ રાઉત, નાનાપોંઢાના અગ્રણી શ્રી મહેશ ભાઈ ભટ્ટ, શાળાના આચાર્ય, વન વિભાગના અન્ય કર્મીઓ ઉપસ્થિત રહી પોતાની હાજરી નોંધાવી હતી રહયા.

આખા કાર્યક્રમને આભારવિધિ કરી આટોપવાનું કાર્ય ધરમપુરના આર.એફ.ઓ. ભૂમિકા બેન પટેલ દ્વારા કરવામાં આવ્યું