રિસર્ચ કહી રહ્યા છે ક્લાઈમેટ ચેન્જના કારણે 2050 સુધીમાં પૃથ્વી પરથી માનવ જીવન લુપ્ત થઇ જશે.એવું સાંભળવામાં આવી રહ્યું છે કે આ કદાચ વધુ પડતું વધારીને કહેવામાં આવી રહ્યું હોય પરંતુ સાચા પડવાની સંભાવના કલ્પના કરતાં પણ વધારે છે.

એજન્સી,નવી દિલ્હી : આપણે ક્લાઇમેટ ચેંજ, ગ્લોબલ વોર્મિંગ, પ્રદૂષણ સાથે જોડાયેલા સમાચારો કાયમ વાંચતા સાંભળતા હોઈએ છીએ. આ અંગે અનેક મોટા સંશોધનો પણ થયા છે જે આપણને ક્લાઇમેટ ચેંજનાં કારણે પૃથ્વીને પહોંચનારા નુકસાન અંગે જણાવે છે, પરંતુ આજે આપણે જે સંશોધનની વાત કરવા જઇ રહ્યા છીએ તે પરેશાન કરી દેનારા છે. આ અત્યાર સુધીનાં કોઇ પણ સંશોધનથી અનેક વધારે ગંભીર છે.

  એક સંશોધન આપણને જણાવે છે કે કઇ રીતે ક્લાઇમેટ ચેન્જના કારણે સુધી માનવ સભ્યતા ખતમ થઇ શકે છે. ઓસ્ટ્રેલિયા ખાતેની એક થિંક ટેક ‘breakthrough National Centre for Climate Resoration’ ચેતવણી ઉચ્ચારી છે કે માનવ સભ્યતા આગામી 3 દશકોથી વધારે નહી બચી શકે. આ વર્ષ 2050 સુધીમાં પૃથ્વીનું સરેરાશ તાપમાન 3 સેલ્સિયસ જેટલું વધી જશે.

  આ સંશોધનને સમજાવતા ઓસ્ટ્રેલિય સંરક્ષણ દળનાં ચીફ અને રોયલ ઓસ્ટ્રેલિયન નેવીના એડમિરલ ક્રિસ બૈરી જણાવે છે કે માણસ અને પૃથ્વીની નિરાશાજનક સ્થિતી દર્શાવે છે. માનવ જીવન હવે ભયંકર રીતે વિલુપ્ત થવાાની અણી પર છે. જેના કારણે ક્લાઇમેટ ચેન્જ, ક્લાઇમેટ ચેન્જ હવે માનવ અસ્તિત્વ માટે ખતરનાક સાબિત થઇ રહ્યું છે. એવો ખતરો જેને સંભાળવો લગભગ અશક્ય થઇ જસે. તેમણે વધુ કહ્યું કે ન્યૂક્લિયર વોર બાદ માનવ જીવનનો બીજો સૌથી મોટો ખતરો ગ્લોબલ વોર્મિંગ સામે છે.

સંશોધકોએ હાલની સ્થિતી જોતા 2050 સુધીનું એક પરિદ્રશ્ય તૈયાર કર્યું જે અનુસાર…
૧. 2050 સુધીમાં વિશ્વની અડધાથી પણ વધારે વસ્તી અને ધરતીનાં 35 % હિસ્સાને વર્ષમાં 20 દિવસ જીવલેણ ગરમીનો સામનો કરવો પડશે.
૨. કૃષિ ઉત્પાદનના પાંચમા હિસ્સામાં ઘટાડો થશે.
૩. એમેઝોન ઇકોસિસ્ટમ નષ્ટ થઇ ચુકી હશે.
૪. આર્કટિક જોન ગરમીમાં બરફ મુક્ત થઇ ચુક્યો હશે.
૫. સમુદ્ર સ્તર 0.5 મીટર જેટલુ વધી જશે.
૬. એશિયાની તમામ મહાન નદીઓ સુકાઇ ચુકી હશે.
૭. 1 અબજ કરતા વધારે લોકો પોતાનાં ઘર છોડીને અન્ય સ્થળો પર વસવા માટે મજબુર થઇ જશે.
૮. પૃથ્વીનો ત્રીજા ભાગનો હિસ્સો રણમાં પરિવર્તીત થઇ ચુક્યો હશે.

  ગ્રીનપીસના કેમ્પેનર પુજરિણી સેન કહે છે કે કેરી પાસે ધરતીને બચાવવા માટે માત્ર 11થી 12 વર્ષ બાકી છે. જે પ્રકારે બાકી અનેક પ્રજાતીઓ વિલુપ્ત થઇ છે. જો આપણે કાર્બન એમમિશન રોકવા માટે પગલા ન ઉઠાવ્યા આ સંભાવના બિલકુલ સાચી થઇ શકે છે કે 2050 સુધીમાં માણસ પણ વિલુપ્ત થવાની કગાર પર આવી જાય. તમામ દેશોની સરકારો હવે પર્યાવરણ જેવા મહત્વમાં ક્ષેત્ર પર એક થઇને કામ કરવું ચાલુ કરવું પડશે.

સંદર્ભ નવગુજરાત સમય