નવસારી ગણદેવી અને જલાલપોરના ૨૩ વિસ્તારો અને 33 ગામો કરાયા એલર્ટ

0
54
Surat: Commuters wade through a water-logged street after heavy rainfall, in Surat on Thursday, July 12, 2018. (PTI Photo) (PTI7_12_2018_000114B)

 

નવસારી : નવસારી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ તેમજ ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદ ને પગલે જિલ્લાની લોકમાતા પુર્ણા અને અંબિકા નદી બે કાંઠે વહી રહી છે. જેથી જિલ્લા તંત્રએ નવસારી શહેરના 23 વિસ્તારો, નવસારી-જલાલપોર-ગણદેવી તાલુકાના 33 ગામોને એલર્ટ કર્યા છે.

નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના પગલે જિલ્લામાં બધાજ વિસ્તારોમાં પાણી-પાણી થઇ ગયુ છે. તો બીજી તરફ ઉપરવાસમાં પણ ભારે વરસાદ પડતા લોકમાતા પુર્ણા નદી, અંબિકા નદી અને કાવેરી નદીમાં નવા નીર આવતા પુર્ણા અને અંબિકા નદી બે કાંઠે વહી રહી હતી. નવસારીમાંથી પસાર થતી પુર્ણા નદી તેની ભયજનક સપાટીથી 4 ફુટ નીચે એટલે કે 19 ફુટે વહી રહી છે. જ્યારે અંબિકા નદી ભયજનક સપાટીથી 6 ફુટ નીચે એટલે કે 22 ફુટે વહી રહી છે. જ્યારે કાવેરી નદી ભયજનક સપાટીથી 6 ફુટ નીચે એટલે કે 13 ફુટે વહી રહી છે. જેના પગલે જિલ્લા વહીવટી તંત્રએ નદી કિનારેના ગામો સહિત નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કર્યુ છે

ગઈ કાલની સવારે નવસારી જિલ્લામાં ખાસ કરીને વાંસદા તાલુકામાં 6 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. જ્યારે ગણદેવી અને ચીખલી તાલુકામાં સાડા ત્રણ ઇંચ, નવસારી અને ખેરગામ તાલુકામાં અઢી ઇંચ તેમજ જલાલપોર તાલુકામાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. ગત રવિવારે સાંજે 6 વાગ્યેથી સોમવારે સાંજે 6 વાગ્યે સુધી 24 કલાકમાં, વાંસદ- 183 મી.મી. (7.6 ઇંચ), ગણદેવી- 165 મી.મી. (6.8 ઇંચ), નવસારી- 151 મી.મી. ( 6.2 ઇંચ), ચીખલી- 130 મી.મી. (5.4 ઇંચ), જલાલપોર- 99 મી.મી. (4.1 ઇંચ) તેમજ ખેરગામ- 98 મી.મી. (4 ઇંચ) વરસાદ નોંધાયો હતો.

 

નવસારી શહેરના એલર્ટ કરાયેલા વિસ્તારોમાં  રોડ નાળ, રામજી ખત્રી, અલીફનગર, સી.આર. પાટીલ, શાંતીવન સોસાયટી, કાલિયાવાડી પુલ પાસે દક્ષિણ તરફ નવા મહોલ્લાની પાછળનો ભાગ, ગણેશચોક, કાલિયાવાડી પુલ પાસે બાપુનગર, બાલાપીર દરગાહ, પચ્ચીસગાળા, રેલરાહત કોલોની, ભેîસતખાડા, માછીવાડ, પુઅરવાડ સ્ટ્રીટ, રાજપુત મહોલ્લો, ઇસ્માલપુરા, ગધેવાન મહોલ્લો, મહાવીર સોસાયટી, માજીબાપુ વિસ્તાર, ઝવેરી સડક, ઇંટનો ભઠ્ઠો, કમેલા દરવાજા, રંગનવાળા નગર, કાશીવાડી, તરોટા બજાર-1 અને 2, ઠક્કરબાપા વાસ-1 અને 2, શાંતાદેવી રોડ-1 અને 2, રૂસ્તમવાડી-1 અને 2, પ્રકાશ ટોકીઝ પાસે, બંદર રોડ, ગાયત્રી મંદિર-2, રાયચંદ રોડ, તાશ્કંદનગર, ફોક્ષની ચાલ, પ્રવિણચાલ, ખોપરી ચાલ, પતરાની ચાલ, લાલચાલ, દેવચંદ ચાલ અને શેઠજી વકીલની ચાલ વગેરે સાવધાની રાખવાનું સુચન કરવામાં આવ્યું છે  આ ઉપરાંત નવસારી અલર્ટ કરાયેલા ગામો: વિરાવળ, કસ્બાપાર, આમરી, આમડપોર, કબીલપોર, ચોવીસી, કાલીયાવાડી, મોલધારા, તરસાડી, સુપા, પેરા, પીનસાડ, સરોણ, વચ્છરવાડ અને કુરેલ. જલાલપોર એલર્ટ કરાયેલા ગામો: ભીનાર, તવડી, કરાડી અને દેલવાડા. ગણદેવી તાલુકા એલર્ટ કરાયેલા ગામો: સાલેજ, સોનવાડી, ગડત, ગણદેવી શહેર, માસા, કલમઠા, બીગરી, મેંઘર, તોરણગામ, ધમડાછા, મોરલી, ભાઠા અને છાપર.