નર્મદા: આમ આદમી પાર્ટીના ડેડિયાપાડા વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટ દ્વારા સાત વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે. આ સજા બાદ તેમનું ધારાસભ્ય પદ આપોઆપ રદ થઈ ગયું છે અને તેઓ ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણી લડી શકશે નહીં.

વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદીએ આ અંગે મહત્વનું નિવેદન આપતાં કહ્યું કે, “જે ક્ષણે ચુકાદો આવ્યો ત્યારે જ સભ્ય પદ રદ ગણાય છે. બે વર્ષથી વધુ સજા થાય એટલે પદ આપોઆપ રદ થાય છે.” તેમણે વધુમાં જણાવ્યું કે ચૈતર વસાવા હવે ધારાસભ્ય તરીકે ગણાશે નહીં.

ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદીએ કહ્યું, “ઉપલી અદાલતમાંથી સજા સામે સ્ટે મળે તો જ રાહત મળી શકે છે. લીગલ સેલ મારફતે દરખાસ્ત આવશે ત્યારે પ્રક્રિયા પૂર્ણ થશે. ઉપલી કોર્ટમાંથી રાહત ન મળે ત્યાં સુધી ધારાસભ્ય પદ રદ જ રહેશે.” તેમણે આગળ કહ્યું કે, “સાત વર્ષની સજા બાદ ચૈતર વસાવા છ વર્ષ સુધી ચૂંટણી લડી શકશે નહીં.” ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના ડેડિયાપાડા ક્ષેત્રના ફાયરબ્રાન્ડ ધારાસભ્ય તરીકે જાણીતા હતા. આ ઘટનાથી વિસ્તારમાં રાજકીય હલચલ જોવા મળી રહી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here