નર્મદા (એકતાનગર): ગઈકાલે તંત્ર સાથેની વાટાઘાટોમાં કોઈ નક્કર નિરાકરણ ન આવતા આજરોજ જંગલ સફારીના કર્મચારીઓની હડતાળ બીજા દિવસે પણ આગળ વધી છે. પોતાના પડતર પ્રશ્નો અને હક્ક માટે લડી રહેલા કર્મચારીઓએ આજે પણ કામગીરીથી અળગા રહીને વિરોધ પ્રદર્શન ચાલુ રાખ્યું છે.

કર્મચારીઓની આ લડતને વધુ વેગ આપવા માટે સ્થાનિક આગેવાનો પણ તેમના સમર્થનમાં ખુલીને મેદાનમાં આવ્યા છે. જેમાં નર્મદા જિલ્લાના પ્રમુખ શ્રી રણજીતસિંહ દિનેશભાઇ તડવી (મહાકાળી), ગરુડેશ્વર તાલુકા પ્રમુખ નિશ્ચલ તડવી, પૂર્વ પ્રમુખ શૈલેષભાઈ લક્ષ્મણભાઇ તડવી, જગદીશભાઈ તડવી, ગણપતભાઈ શંકરભાઈ તડવી તેમજ અન્ય સાથી મિત્રો મોટી સંખ્યામાં જોડાયા છે.

નર્મદા જિલ્લાના આદિવાસી સમાજના આગેવાનો અને કર્મચારીઓએ એકસૂરમાં જણાવ્યું છે કે જ્યાં સુધી તેમની વ્યાજબી માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે અને યોગ્ય નિરાકરણ નહીં આવે ત્યાં સુધી આ આંદોલન ચાલુ રાખવામાં આવશે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here