વલસાડ: હંમેશાં ઉચ્ચ આદર્શો સાથે જીવનારા, આદિવાસી સમાજ માટે સતત કાર્યશીલ રહેનારા અને જિંદગીભર લોકોની ભલાઈ ઇચ્છનારા જિંદાદિલ અદના સમાજસેવક તેમજ પરિવારના સિંહ જેવા વડલા એવા એલ.આઈ.સી., વલસાડના નિવૃત વિકાસ અધિકારી શ્રી ભુલાભાઇ મીઠ્ઠલભાઇ પટેલનું હૃદયરોગના અચાનક આવેલા તીવ્ર હુમલાને કારણે દુઃખદ અવસાન થયું છે.
Decision News ને મળેલી જાણકારી મુજબ કોઈને પણ વિચારવાનો કે સેવા કરવાનો મોકો આપ્યા વગર તેમની આકસ્મિક વિદાય થવાથી પરિવારજનો તેમજ સમગ્ર આદિવાસી સમાજમાં ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ છે. તેમની અંતિમ યાત્રા અને અંતિમ વિદાય તારીખ 18/11/2026 ના રોજ સવારે 9:00 વાગ્યે તેમના નિવાસસ્થાન (વતન) ખાતે રાખવામાં આવી છે. અંતિમ યાત્રાનું સ્થળ: કોલા ફળીયા, ત્રણ કુંભિયા – દૂધ ડેરીની બાજુમાં, મુ. દુલસાડ, તા. જી. વલસાડ.
સૌ સ્નેહીજનો, સમાજના અગ્રણીઓ અને શુભેચ્છકોને આ અંતિમ વિદાયમાં ઉપસ્થિત રહી દિવંગત આત્માને શ્રદ્ધાંજલિ અર્પવા પરિવાર દ્વારા વિનંતી કરવામાં આવી છે. શોકાકુલ પરિવાર: ડો. નિરવ ભુલાભાઇ પટેલ (ચિંતુબા-છાંયડો મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ, ખેરગામ) (પ્રમુખશ્રી, દક્ષિણ વિભાગ, સમસ્ત આદિવાસી સમાજ, ગુજરાત રાજ્ય)











