ઈતિહાસ: બાગુલ વંશના રાજા મહાદેવસેનના પુત્ર રાજા ભૈરવસેને અહમદનગરના બુરહાન નિઝામ શાહને હરાવ્યો અને ૧૫૪૭માં કિલ્લો કબજે કર્યો હતો. રંગારવ ઔંધેકર છેલ્લા પેશ્વા અધિકારી હતા, જેમણે કિલ્લો સંભાળ્યો હતો. આ કિલ્લો ૧૮૧૮માં ઈસ્ટ ઈન્ડિયા કંપનીના કેપ્ટન બ્રિગ્સ દ્વારા કબજે કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના થી ૭૧ કિમી દૂર  હદગડ કિલ્લો આવેલો છે. નાસિક-સાપુતારા રોડ પર હદગડ ગામ છે. ગુજરાત રાજ્યનું શહેર સાપુતારાથી લગભગ ૫ કિમી દૂર છે. તે મહારાષ્ટ્ર, ભારતમાં, સાપુતારાના હિલ સ્ટેશનની દક્ષિણે અને ગુજરાતની સરહદ નજીક સ્થિત એક ઐતિહાસિક સ્મારક છે. તે મરાઠા રાજા શિવાજી દ્વારા બનાવવામાં આવ્યું હતું. અને તે લગભગ ૩૬૦૦ ફૂટની ઉંચાઈ પર સ્થિત છે.

કિલ્લા પર ૬-૭ નાના-મોટા તળાવો જોવા મળે છે. આ કિલ્લાના ઉચ્ચપ્રદેશ પર ગંગા અને જમુના નામના બે ખડકના પાણીના કુંડ છે. આખું વર્ષ પાણી મળી રહે છે. કુંડ પાસે ખડક પર કોતરવામાં આવેલ સંસ્કૃતમાં એક શિલાલેખ છે. કિલ્લા પર કેટલીક ઈમારતોની રચનાઓ છે જે હાલમાં ખંડેર હાલતમાં છે સિવાય કે દારૂગોળો ભંડારની ઈમારત સારી સ્થિતિમાં છે. મુખ્ય પ્રવેશ માર્ગ પર સળંગચાર દરવાજા છે. મુખ્ય પ્રવેશદ્રાર પર ખડકમાં કોતરેલી હનુમાનની મૂર્તિ છે. કિલ્લા સુધી પહોંચવાનો માર્ગ એક સાંકડા ખડકાળ માર્ગ દ્વારા ટ્રેકિંગ માર્ગ છે. અને કાર,મોટર બાઈક પણ કિલ્લાની સીડીઓ સુધી જાય છે. કિલ્લાની ટોચ પર ભગવાન શિવલિંગની પ્રતિમા મૂકવામાં આવી છે. ગુજરાત તેમજ મહારાષ્ટ્રના ઘણા પ્રવાસીઓ આ હદગડ કિલ્લાની મજા માણવા આવતા હોય છે.