ગુજરાત: ગતરોજ અમદાવાદના CTM ડબલ ઓવરબ્રિજ પરથી યુવતીએ છલાંગ લગાવી હતી જેના કારણે તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઇ હતી. ઘાયલ યુવતીને તાત્કાલિક LG હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. યુવતીએ આ પગલું ભર્યું છે તે અંગે કારણ હજુ અકબંધ છે.

Decision News ને મળતી માહિતી મુજબ ગતરોજ ભર બપોરે એક યુવતી અમદાવાદના CTM ના ઓવરબ્રિજ પરથી છલાંગ લગાવી દીધી, લોકોએ તે જોઈને બુમાબુમ કરી દીધી 30 સેકન્ડ કરતા ઓછા સમયમાં જ મોટી છલાંગ લગાવી દીધી, CTM વિસ્તારમાં ગમગીનીનો માહોલ સર્જાઈ ગયો, તરતજ લોકોએ ૧૦૮ને કોલ કરીને ઘટના સ્થળે બોલાવી લેવામાં આવી, મણિનગરની LG હોસ્પિટલમાં યુવતીને ૧૦૮ મારફતે ખસેડવામાં આવી હતી.

આ ઘટનામાં યુવતીએ અગમ્ય કારણો સર છલાંગ લગાવી તેમ ચર્ચા ઉઠી હતી. હાલ યુવતીની હાલત સુધારમાં હોવાનું જાણવા મળી રહ્યું છે. પરંતુ યુવતિએ કૂદકો મારતા યુવતિના માથાના ભાગે ગંભીર ઈજાઓ તેમજ પગે ફેક્ચર થયાનું ડોકટરે જણાવ્યું હતું.