વલસાડ: વલસાડ એક માત્ર ઉદવાડા ઇરાની ફાર્મ પાસે જ લાયસન્સ હોવાનું જાણવા મળ્યું છે ત્યારે ગતરોજ વાપી સહિત વલસાડ જિલ્લામાં ચીકન મટનની દૂકાનો માટે હવેથી ફૂડ એન્ડ ડ્રગ્સનું લાયસન્સ લેવા પાલિકા અને GPCBની 2 NOC લેવા અને સરકારી નિયમ પ્રમાણે બાકીના તમામ ચીકન શોપ ગેરકાયદે ઠેરવવાની તજવીજ હાથ ધરી છે.

વાપી પાલિકાએ હાઇકોર્ટના નિર્દેશ મુજબ ધારાધોરણ અનુસાર શહેરના 73 જેટલા ગેરકાયદે ચીકન મટન શોપ બંધ કરાવ્યાં છે. વલસાડ જિલ્લામાં ચીકન મટનના વેપારીઓ સાથે ચીફ ઓફિસરો, ફુડ એન્ડ ડ્રગ્સ, GPCBના અધિકારીઓની બેઠક મળી જેમાં હાઇકોર્ટના નિર્દેશ મુજબ ધારાધોરણ અનુસાર પ્રક્રિયા માટે ચર્ચા વિચારણા કરાઈ અને જેમાં ચીકન મટનની દૂકાનો માટે ફુડ એન્ડ ડ્રગ્સના લાયસન્સ લેવા પાલિકા NOC રજૂ કરવા ગાઇડલાઇનની જાણ કરવામાં આવી હતી.

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ વાપી પાલિકાની ટીમે પાલિકા વિસ્તારમાં ચિકન-મટન શોપનો સરવે કર્યો હતો. જેમાંથી મરઘી કાપવાનું એક પણ દુકાનદાર પાસે લાયસન્સ ન હોવાથી 73 જેટલા ગેરકાયદે ચીકન મટન શોપ બંધ કરાવ્યાં છે. જેને લઇ વેપારીઓએ પાલિકામાં એનઓસી માટે અરજીઓ કરવાનું શરૂ કરી દીધુ છે.