ગુજરાત: સરકાર મહિલાઓ આગળ વધે તેના માટે અથાગ પ્રયાસો કરતી હોય, આવોજ એક સરકારનો કદમ નારીનું સન્માન જાળવી રાખવા માટે રાજ્યના ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાની શિક્ષિકાઓ માટે સરકારે લેતા રાજ્યની પ્રાથમિક શાળાની શિક્ષિકાઓ હર્ષમય બની.

Decision Newsને મળેલી માહિતી મુજબ રાજ્યના 530 ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાના શિક્ષિકાઓને સરકારના એક સારો નિર્યણથી લાભ થશે, મળતી માહિતી મુજબ રાજ્યમાં સરકારી પ્રાથમિક શાળાની શિક્ષિકઓને પ્રસૂતિ  180 દિવસની રજા મળશે તેવી જાહેરાત કરવામાં આવી હતી, જેમાં રાજ્યના ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષિકાઓને પણ લાભ મળશે, સરકારની જાહેરાતથી શિક્ષણ વિભાગમાં આનંદનો માહોલ જોવા મળ્યો.

24 સપ્ટેમ્બર 2022ના ઠરાવ અનુસાર મહિલાઓને 180 દિવસની પ્રસૂતિની રજા માન્ય કરવામાં આવશે, અને પગાર પણ સરકાર તરફથી ચૂકવવામાં આવશે, આનો લાભ સરકારી પ્રાથમિક શાળાના શિક્ષિકાઓને મળતો હતો. પરંતુ ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાના શિક્ષિકાઓને મળતો ન હતો. પણ સરકારના આદેશ અનુસાર રાજ્યના 530 ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષિકાને મળવા પાત્ર થશે.